શું મેગી મોંઘી થશે! 1 જાન્યુઆરીથી કેમ ભાવ વધારાની ચાલી રહી છે ચર્ચા? જાણો શું છે મામલો | Moneycontrol Gujarati
Get App

શું મેગી મોંઘી થશે! 1 જાન્યુઆરીથી કેમ ભાવ વધારાની ચાલી રહી છે ચર્ચા? જાણો શું છે મામલો

Maggi price rise : મોસ્ટ ફેવર્ડ નેશન ક્લોઝ એ સુનિશ્ચિત કરે છે કે બંને દેશો વચ્ચેના કરારમાં સામેલ પક્ષકારોને સમાન લાભ મળે. તેમાં પ્રેફરન્શિયલ ટ્રેડ ટર્મ્સ છે.

અપડેટેડ 03:21:45 PM Dec 16, 2024 પર
Story continues below Advertisement
જોકે, કંપનીએ હજુ સુધી કિંમત વધારવા અંગે કંઈ કહ્યું નથી.

Maggi price rise : મોડી રાત્રે ભુખ લાગે, રસોઈ બનાવવાનું મન ન થાય, બહારથી થાકીને આવ્યા હોઇએ, શિયાળામાં કંઈક ગરમ ખાવાની ઈચ્છા હોય, પર્વતોમાં ભૂખ લાગી અને ઝડપથી કંઈક ખાવાની ઈચ્છા હોય. આ તમામ કિસ્સામાં સૌકોઈને મેગી પહેલા યાદ આવતી હોય છે. પરંતુ હવે તમારી મેગી મોંઘી થઈ શકે છે. કારણ કે સ્વિટ્ઝર્લેન્ડે ભારતમાંથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો હટાવવાનો નિર્ણય લીધો છે.

સ્વિસ કંપનીઓને આંચકો

સ્વિટ્ઝર્લેન્ડે 1 જાન્યુઆરી, 2025થી ભારત સાથેના ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટ હેઠળ મોસ્ટ ફેવર્ડ નેશન (MFN) કલમને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ કલમ 1994માં આવી હતી. MFN સ્ટેટસ પાછું ખેંચવાથી સ્વિસ કંપનીઓ પર સીધી અસર પડશે. આ કંપનીઓને હવે ભારતીય આવકના સોર્સમાંથી મળેલા ડિવિડન્ડ પર 10 ટકા સુધીનો ટેક્સ ચૂકવવો પડી શકે છે, જે હાલમાં ઓછો છે. હવે મેગી બ્રાન્ડની મૂળ કંપની નેસ્લે પણ સ્વિસ કંપની છે. જો નેસ્લે પર ટેક્સનો બોજ વધે છે, તો તે તેના પ્રોડક્સનની કિંમતો વધારી શકે છે, જેમાંથી એક મેગી છે. જોકે, કંપનીએ હજુ સુધી કિંમત વધારવા અંગે કંઈ કહ્યું નથી.


શું છે મોસ્ટ ફેવર્ડ નેશન નિયમ ?

મોસ્ટ ફેવર્ડ નેશન કલમ સુનિશ્ચિત કરે છે કે બંને દેશો વચ્ચેના કરારમાં સામેલ પક્ષકારોને સમાન લાભ મળે. તેમાં પ્રેફરન્શિયલ ટ્રેડ ટર્મ્સ છે. જ્યારે કોઈ દેશને આ દરજ્જો આપવામાં આવે છે, ત્યારે તે ટેરિફમાં ઘટાડો કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આ ઉપરાંત, બંને દેશો વચ્ચે ઘણી પ્રોડક્ટ્સની નિકાસ-આયાત પણ કોઈ ડ્યુટી વિના થાય છે. MFN ધરાવતા દેશને વેપારમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. પરંતુ સ્વિત્ઝર્લેન્ડનું માનવું છે કે ભારતે તેને તે દેશો જેટલો સમાન લાભ આપ્યો નથી જેમની સાથે ભારતને વધુ અનુકૂળ ટેક્સ કરાર છે. આવી સ્થિતિમાં હવે સ્વિસ સરકારે પારસ્પરિકતાના અભાવનું કારણ આપીને વર્ષ 2025થી આ કલમને ખતમ કરવાનો નિર્ણય લીધો છે.

 આ પણ વાંચો-Vastu Tips: ભૂલથી પણ ઘરમાં આ 3 જગ્યાઓ પર ન રાખો પૈસા, તમારી જમા મૂડી પણ થઈ જશે નષ્ટ

MoneyControl News

MoneyControl News

First Published: Dec 16, 2024 3:21 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.