Yes Bank Result Q2: નાણાકીય વર્ષ 2026 ના બીજા ક્વાર્ટરમાં યસ બેંક (Yes Bank) નો નફો 18.4 ટકા વધીને 655 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2025 ના બીજા ક્વાર્ટરમાં યસ બેંકનો નફો 553 કરોડ રૂપિયા રહ્યો હતો.
Yes Bank Result Q2: નાણાકીય વર્ષ 2026 ના બીજા ક્વાર્ટરમાં યસ બેંક (Yes Bank) નો નફો 18.4 ટકા વધીને 655 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2025 ના બીજા ક્વાર્ટરમાં યસ બેંકનો નફો 553 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2026 ના બીજા ક્વાર્ટરમાં યસ બેંકની વ્યાજ આવક 4.6 ટકા વધીને 2,300 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2025 ના બીજા ક્વાર્ટરમાં યસ બેંકની વ્યાજ આવક 2,200 કરોડ રૂપિયા રહ્યો હતો.
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જૂલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં યસ બેંકના ગ્રૉસ એનપીએ 1.6 ટકા ફ્લેટ રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર જૂલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં યસ બેંકના નેટ એનપીએ 0.3 ટકા ફ્લેટ રહ્યા છે.
રૂપિયામાં યસ બેંકના એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 4,022 કરોડ રૂપિયાથી વધીને 4,055.3 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર યસ બેંકના બીજા ક્વાર્ટરમાં નેટ એનપીએ 797.3 કરોડ રૂપિયાથી ઘટીને 770.8 કરોડ રૂપિયા રહ્યા છે.
યસ બેંકના પ્રોવિઝન્સ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં પ્રોવિઝન્સ 284 કરોડ રૂપિયાથી વધીને 419 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર યસ બેંકના બીજા ક્વાર્ટરમાં પ્રોવિઝન્સ 297 કરોડ રૂપિયા રહ્યા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.