Zomato Share price: તહેવારોની મોસમમાં માંગમાં વધારો થવાને કારણે વ્યવહારોમાં તેજીનો લાભ લેવા માટે, ફૂડ ડિલિવરી જાયન્ટ ઝોમેટોએ તેના પ્લેટફોર્મ ફી પ્રતિ ઓર્ડર 10 રૂપિયાથી વધારીને 12 રૂપિયા કરી દીધી છે. જોકે આ વધારો નજીવો લાગે છે. પરંતુ આનાથી ઓર્ડર પર વધુ નફો મેળવવામાં અને કંપનીના એકંદર નફામાં વધારો કરવામાં મદદ મળશે. કંપનીએ 1 વર્ષ પછી પ્લેટફોર્મ ફીમાં વધારો કર્યો છે. કંપનીની પ્લેટફોર્મ ફી 2 વર્ષમાં 6 ગણી વધી છે. શરૂઆતમાં, વધેલી ફી દેશના 40 ટકા ભાગમાં લાગુ થશે. ધીમે ધીમે તે દેશના બાકીના ભાગોમાં લાગુ કરવામાં આવશે.