Zydus Lifesciences Q4: નફો 25.36 ટકા ઘટીને 296.6 કરોડ રપિયા પર રહ્યો, 6 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ કર્યું જાહેર - Zydus Lifesciences Q4: Profit down 25.36 percent to Rs 296.6 crore, declares dividend of Rs 6 per share | Moneycontrol Gujarati
Get App

Zydus Lifesciences Q4: નફો 25.36 ટકા ઘટીને 296.6 કરોડ રપિયા પર રહ્યો, 6 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ કર્યું જાહેર

ઝાયડસ લાઇફસાયન્સિસના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલે કહ્યું છે કે કંપનીએ પૂરા વર્ષ દરમિયાન તમામ મુખ્ય સેક્ટરોમાં સારો ગ્રોથ બનાવી રાખ્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીની બેલેન્સ શીટ મજબૂત થઈ છે. સતત સુધારા સાથે નાણાકીય વર્ષ મજબૂત નોટ પર સમાપ્ત થયું છે. અમે વિકાસની ગતિને બનાવી રાખવા માટે સારી રીતે તૈયાર છે, ભારતમાં કંપીનનો કારોબારમાં દહાઈ અંકોનું ગ્રોથ થવાની સંભાવના છે.

અપડેટેડ 07:21:30 PM May 18, 2023 પર
Story continues below Advertisement

Zydus Lifesciences Q4: ઝાયડસ લાઇફસાયન્સિસ ગુરુવાર 18 મે એ નાણાકીય વર્ષ 2023 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજૂ કરી દીધા છે. 31 માર્ચ 2023એ સમાપ્ત આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 25.36 ટકાથી ઘટીને 296.6 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીની ગુડવિલ ખરાબ (Impairment of Goodwill) થવાથી કંપનીના નફામાં ઘટાડો થયો છે. જણાવી દઈએ કે છેલ્લા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં કંપનીને 397.4 કરોડ રૂપિયાનો નફો થયો છે.

6 રૂપિયાના અંતિમ ડિવિડેન્ડની ભલામણ

કંપનીએ કહ્યું છે કે તેના બોર્ડ 1 રૂપિયા ફેસ વેલ્યૂના પ્રતિ ઇક્વિટી શેર પર 6 રૂપિયાના અંતિમ ડિવિડેન્ડની ભલામણ કરી છે, જો 11 ઓગસ્ટ, 2023એ થવા વાળી વાર્ષિક સામાન્યા સભામાં શેરધારકોને મંજૂરી મળી છે.


કામકાજી આવક 5010.6 કરોડ રૂપિયા રહી

ઝાયડસ લાઇફસાયન્સિસએ કહ્યું છે કે થોછા ક્વાર્ટરમાં કંપનીની કામકાજી આવક 5010.6 કરોડ રૂપિયા રહી, જ્યારે છેલ્લા નાણાકીય વર્ષના આ સમય ગાળામાં તે 3805.6 કરોડ રૂપિયા પર રહી હતી. ચોથા ક્વાર્ટરમાં કંપનીનું કુલ ખર્ચ 3961.3 કરોડ રૂપિયા રહ્યા છે જે છેલ્લા નાણાકીય વર્ષના આ સમય ગાળામાં 3311.8 કરોડ રૂપિયા રહ્યા હતા.

વર્ષનો પ્રદર્શન

31 માર્ચ, 2023એ સમાપ્ત થયા પૂરા નાણાકીય વર્ષની વાત કરે તો આ સમય ગાળામાં કંપનીનો કંસોલીડેટેડ નફો 1960.3 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે ગત નાણાકીય વર્ષમાં તે 4487.3 કરોડ રૂપિયા હતી.

મેનેજમેન્ટ કમેન્ટ્રી

નાણાકીય વર્ષ 2023માં કંપનીનું કુલ કામકાજી આવક 17237.4 કરોડ રૂપિયા રહી છે. જ્યારે નાણાકીય વર્ષ 2022માં તે 15109.9 કરોડ રૂપિયા પર રહી હતી. ઝાયડસ લાઇફસાયન્સિસના મેનેઝિંગ ડાયરેક્ટર શરવિલ પટેલ (Sharvil Patel)એ કહ્યું છે કે કંપનીએ પૂરા વર્ષ દરમિયાન તમામ મુખ્ય સેક્ટરોમાં સારો ગ્રોથ બનાવી રાખ્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીની બેલેન્સ શીટ મજબૂત થઈ છે. સતત સુધારા સાથે નાણાકીય વર્ષ મજબૂત નોટ પર સમાપ્ત થયું છે. કંપનીના ગ્રોથ આઉટલુક પર બોલતા તેમણે આગળ કહ્યું, "અમે વિકાસની ગતિને બનાવી રાખવા માટે સારી રીતે તૈયાર છે, ભારતમાં કંપીનનો કારોબારમાં દહાઈ અંકોનું ગ્રોથ થવાની સંભાવના છે. કંપનીના અમેરિકી કારોબારમાં પણ આગળ સારી ગ્રોથ જોવા મળી છે.

MoneyControl News

MoneyControl News

First Published: May 18, 2023 7:21 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.