Ayodhya Ram mandir: 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે. જેને પગલે આખા દેશમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે 11મી જાન્યુઆરીએ એટલે કે આજે સવારે અમદાવાદથી અયોધ્યા માટેની પહેલી ફ્લાઇટે ઉડાન ભરી છે. આ ઉડાન પહેલા અમદાવાદ એરપોર્ટ પણ રામમય બની ગયુ હોય તેવો માહોલ છવાયો હતો. એરપોર્ટ પર મુસાફરોએ ‘જય શ્રી રામ’ના નારા લગાવીને કેક પણ કાપી હતી. એરપોર્ટ પર રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની વેશભૂષા સાથે ભક્તોનું સ્વાગત પણ કરાયુ હતુ. આ ફ્લાઇટમાં 150 શ્રદ્ધાળુઓ અયોધ્યા જઇ રહ્યા છે.