USA-China Trade Deal: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે દક્ષિણ કોરિયામાં થયેલી બેઠક બાદ ચીન પરનો ટેરિફ 10% ઘટાડાયો છે. ચીન રશિયન તેલનો મોટો ગ્રાહક છે, તો હવે પ્રશ્ન એ છે કે ભારતને પણ આવી રાહત ક્યારે મળશે?
દક્ષિણ કોરિયાના બુસાન શહેરમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે છ વર્ષ બાદ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.
USA-China Trade Deal: દક્ષિણ કોરિયાના બુસાન શહેરમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે છ વર્ષ બાદ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠક બે કલાકથી વધુ સમય સુધી ચાલી હતી અને એશિયા-પેસેફિક આર્થિક સહયોગ (APEC) શિખર સંમેલનના અંતર્ગત યોજાઈ હતી.
આ બેઠક બાદ ટ્રમ્પે મહત્વપૂર્ણ જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે અમેરિકા ચીન પર લાગેલા ટેરિફમાં 10% નો ઘટાડો કરશે. આ નિર્ણય વૈશ્વિક વેપાર અને ખાસ કરીને એશિયન અર્થતંત્ર માટે મહત્વનો ગણાય છે. ખાસ વાત એ છે કે ચીન પણ રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર દેશોમાંનો એક છે.
ટ્રમ્પે બેઠક પછી જણાવ્યું કે, “આ એક ખૂબ જ ફળદાયી ચર્ચા રહી. અમે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી છે અને જલ્દી જ મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરવામાં આવશે.” તેમણે ઉમેર્યું કે, “રાષ્ટ્રપતિ શી જિનપિંગ ફેન્ટાનિલના નિયંત્રણ માટે ગંભીર પ્રયાસ કરશે, સોયાબીનની ખરીદી તાત્કાલિક શરૂ થશે અને ચીન પરના ટેરિફ 57% થી ઘટાડીને 47% કરવામાં આવશે.”
આ બેઠક બાદ રાજનૈતિક વિશ્લેષકો માનતા છે કે ચીન અને અમેરિકાના સંબંધોમાં નવી શરૂઆત થઈ શકે છે. ટ્રમ્પે જિનપિંગને “મજબૂત અને ટફ નેગોશિએટર” કહીને પ્રશંસા કરી હતી.
હવે ચર્ચાનો મુખ્ય મુદ્દો એ છે કે, જ્યારે ચીનને ટેરિફમાં રાહત મળી છે, ત્યારે ભારત માટે અમેરિકા શું મોટો નિર્ણય કરશે? ટ્રમ્પે થોડા દિવસ પહેલા જ ભારત સાથે મોટી ડીલના સંકેત આપ્યા હતા. એટલે શક્યતા છે કે આગામી અઠવાડિયામાં ભારતને પણ કોઈ રાહત મળી શકે.
આ નિર્ણયનો સીધો પ્રભાવ વૈશ્વિક તેલ બજાર પર પણ પડી શકે છે, કારણ કે ચીન અને ભારત બંને રશિયન તેલના મોટા ખરીદદાર દેશો છે. જો અમેરિકા ભારત પર લાગેલા ટેરિફમાં ઘટાડો કરે, તો તે ભારતના ઉર્જા ક્ષેત્ર માટે મોટો લાભ સાબિત થઈ શકે છે.
ચીનને મળેલી આ રાહત પછી વૈશ્વિક અર્થતંત્રમાં નવા સમીકરણો ઉભા થઈ રહ્યા છે. હવે સૌની નજર ટ્રમ્પ અને ભારત વચ્ચેની આગામી મુલાકાત પર છે, જ્યાંથી કદાચ ભારતને પણ રાહતના સંકેત મળી શકે.