PlayStation India: પ્લેસ્ટેશન ઇન્ડિયાએ તેના બ્લેક ફ્રાઇડે સેલની તારીખો જાહેર કરી છે, જેમાં PS5 કન્સોલ, એસેસરીઝ અને ગેમ્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ભારતમાં પ્લેસ્ટેશન બ્લેક ફ્રાઇડે સેલ 21 નવેમ્બરથી શરૂ થશે અને 4 ડિસેમ્બર સુધી ચાલશે. સોની ઇન્ડિયાએ જણાવ્યું હતું કે આ સેલ દરમિયાન, ગ્રાહકો ઓનલાઈન અને ઓફલાઈન રિટેલર્સ પર 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકશે.



