અયોધ્યાના પવિત્ર શ્રી રામ મંદિરમાં 25 નવેમ્બર 2025 ના રોજ, વિવાહ પંચમીના શુભ અવસરે 'ધર્મ ધ્વજ' લહેરાવવામાં આવશે.
Ram Mandir Dharma Dhwaj: અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા પછી હવે વધુ એક પવિત્ર અને ઐતિહાસિક પર્વની તૈયારીઓ ચાલી રહી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 25 નવેમ્બર, 2025ના રોજ, વિવાહ પંચમીના શુભ અવસરે, રામ મંદિરના સર્વોચ્ચ શિખર પર 'ધર્મ ધ્વજ'નું ભવ્ય ધ્વજારોહણ કરવામાં આવશે. આ ક્ષણ કરોડો રામ ભક્તો માટે આસ્થા અને ઉત્સવનું એક નવું પ્રકરણ બનશે.
મંદિર નિર્માણની પૂર્ણતાનો શુભ સંકેત હિંદુ ધર્મની પરંપરા, વાસ્તુ અને શાસ્ત્રો અનુસાર, કોઈપણ મંદિર પર ધ્વજ ફરકાવવો એ વાતનો સૌથી મોટો સંકેત છે કે મંદિર સંપૂર્ણપણે તૈયાર, સક્રિય અને દિવ્ય ઉર્જાથી ભરપૂર થઈ ચૂક્યું છે. રામ મંદિર પર ધર્મ ધ્વજનું આરોહણ એ કરોડો ભક્તોની સદીઓ જૂની શ્રદ્ધા અને પ્રતીક્ષાનું પ્રતિક છે, જેણે આ દિવ્ય ધામને સાકાર કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે.
દિવ્ય ઉર્જાનું પ્રવેશ દ્વાર
શિખર માન્યતા છે કે મંદિરનો શિખર તે સ્થાન છે જ્યાંથી બ્રહ્માંડની ઉર્જા સૌથી પહેલા મંદિરમાં પ્રવેશ કરે છે. શિખર પર લહેરાતો ધ્વજ આ ઉર્જા અને ગર્ભગૃહમાં સ્થાપિત ભગવાનની શક્તિ વચ્ચે એક માધ્યમ તરીકે કાર્ય કરે છે. જ્યારે ધ્વજ લહેરાય છે, ત્યારે એવું માનવામાં આવે છે કે તે સમગ્ર મંદિર પરિસરમાં સકારાત્મક ઉર્જાનો પ્રસાર કરે છે. આ ધ્વજ આસ્થાનો સંદેશ દૂર દૂર સુધી પહોંચાડે છે.
ઈશ્વરની ઉપસ્થિતિનું પ્રતિક છે ધ્વજ
શાસ્ત્રોમાં કહેવાયું છે કે મંદિરનો ધ્વજ દૂરથી જ ભક્તોને એ સંદેશ આપે છે કે અહીં દેવી-દેવતાઓનો વાસ છે. ગરુડ પુરાણ અને રામાયણ જેવા ગ્રંથોમાં પણ ધ્વજ, પતાકા અને સ્વાગત દ્વારનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ ધ્વજ મંદિરની મહિમા અને પ્રતિષ્ઠાને દર્શાવે છે અને ભક્તિભાવને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે.
મંદિરનો રક્ષક
ધર્મ ધ્વજ સનાતન પરંપરામાં 'ધર્મ ધ્વજ'ને મંદિરનો રક્ષક પણ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ ધ્વજ મંદિર પરિસરને નકારાત્મક શક્તિઓ, બાધાઓ અને અશુભ ઉર્જાઓથી બચાવે છે. સતત લહેરાતો ધ્વજ સકારાત્મકતા, સમૃદ્ધિ અને શુભતાનો પ્રવાહ જાળવી રાખે છે, જેનાથી ભક્તોને શાંતિ અને આધ્યાત્મિક સુખનો અનુભવ થાય છે.
આ ધ્વજારોહણ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના ઊંડા મૂળનું પ્રતીક છે. 25 નવેમ્બર, 2025 નો દિવસ કરોડો ભક્તો માટે એક અવિસ્મરણીય પળ બની રહેશે.