અઠવાડિયામાં 4 દિવસનું વર્કવીક: કંપનીઓ માટે ગેમ-ચેન્જર, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો!
4 દિવસનું વર્કવીક માત્ર કર્મચારીઓના વર્ક-લાઇફ બેલેન્સને સુધારે છે એટલું જ નહીં, પરંતુ કંપનીઓને પણ નફો, પ્રોડક્ટિવિટી અને સ્મૂથ વર્ક-ફ્લોનો ફાયદો આપે છે. ટેકનોલોજી અને AIની મદદથી આ નવો અભિગમ ભવિષ્યમાં વધુ લોકપ્રિય બની શકે છે.
ભારતમાં જ્યાં 6 દિવસનું વર્કવીક હજુ પણ સામાન્ય છે, ત્યાં 4 દિવસના વર્કવીકનો કોન્સેપ્ટ રિવોલ્યુશનરી લાગે છે.
શું તમે કલ્પના કરી શકો છો કે સપ્તાહમાં માત્ર 4 દિવસ કામ કરવાથી કર્મચારીઓનું સ્વાસ્થ્ય સુધરે અને કંપનીઓને પણ ફાયદો થાય? એક તાજેતરના રિસર્ચે આ વાતને સાબિત કરી દીધી છે. ભારતમાં જ્યાં 6 દિવસનું વર્કવીક હજુ પણ સામાન્ય છે, ત્યાં 4 દિવસના વર્કવીકનો કોન્સેપ્ટ રિવોલ્યુશનરી લાગે છે. આ નવો અભિગમ માત્ર કર્મચારીઓની પ્રોડક્ટિવિટી જ નહીં, પરંતુ કંપનીઓનો નફો અને વર્ક-ફ્લો પણ સુધારે છે. ચાલો જાણીએ આ રિસર્ચની ચોંકાવનારી વિગતો.
રિસર્ચનો ચોંકાવનારો ખુલાસો
અમેરિકાના પ્રખ્યાત રિસર્ચર જૂલિયટ શોરે 245 કંપનીઓ અને 8,700 કર્મચારીઓ સાથે એક પ્રયોગ કર્યો. આ પ્રયોગમાં સપ્તાહમાં 4 દિવસનું વર્કવીક અપનાવવામાં આવ્યું. પરિણામ આશ્ચર્યજનક હતું.
પ્રોડક્ટિવિટીમાં વધારો: ઓછા કલાક કામ કરવા છતાં કામની ક્વાલિટી અને પ્રોડક્ટિવિટીમાં સુધારો જોવા મળ્યો.
કર્મચારીઓનું સ્વાસ્થ્ય: કર્મચારીઓએ માનસિક શાંતિ, ઓછો સ્ટ્રેસ અને વધુ ઉત્સાહ અનુભવ્યો.
કંપનીઓને ફાયદો: કર્મચારીઓની સંખ્યા સ્થિર રહી, નફામાં વધારો થયો અને વર્ક-ફ્લો વધુ સ્મૂથ બન્યો.
શોરે જણાવ્યું, “કર્મચારીઓ સોમવારે કામ પર પાછા ફરતી વખતે વધુ ફ્રેશ અને ફોકસ્ડ હોય છે. તેઓ કામને વધુ મહત્વ આપે છે અને સંતુષ્ટ રહે છે.”
ભારતમાં વર્કવીકની પરંપરા
ભારતમાં ઘણી કંપનીઓ હજુ પણ 6 દિવસના વર્કવીકને અનુસરે છે, જ્યાં કર્મચારીઓને માત્ર રવિવારે રજા મળે છે. કેટલીક મલ્ટીનેશનલ કંપનીઓ 2 દિવસની રજા આપે છે, પરંતુ ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિનું 70 કલાક સપ્તાહમાં કામ કરવાનું સૂચન વિવાદાસ્પદ રહ્યું. 70 કલાકનો અર્થ દરરોજ 10 કલાકનું કામ અને 7 દિવસનું વર્કવીક! આની સામે 4 દિવસનું વર્કવીક એક આદર્શ વિકલ્પ બની રહ્યું છે.
કંપનીઓ માટે ફાયદા
4 દિવસનું વર્કવીક અપનાવવાથી કંપનીઓને કેટલાક ફાયદા થઈ શકે છે, જેમાં વધુ પ્રોડક્ટિવિટી એટલે કે કર્મચારીઓ ઓછા સમયમાં વધુ ફોકસ્ડ રહીને કામ કરે છે. કર્મચારીઓની સંતુષ્ટિ, વધુ રજાઓથી કર્મચારીઓનો સ્ટ્રેસ ઓછો થાય છે, જેનાથી તેમની લોયલ્ટી વધે છે. ખર્ચમાં બચત, ઓફિસનો ઓછો ઉપયોગ થવાથી ઓપરેશનલ ખર્ચ ઘટે છે. ટેલેન્ટ રીટેન્શન, આધુનિક વર્ક-લાઇફ બેલેન્સથી ટેલેન્ટેડ કર્મચારીઓને આકર્ષવામાં સરળતા રહે છે.
બિલ ગેટ્સની આગાહી
ટેકનોલોજી અને AIના વધતા ઉપયોગે 4 દિવસના વર્કવીકને વધુ શક્ય બનાવ્યું છે. માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “આગામી 10 વર્ષમાં આપણે 2 દિવસનું વર્કવીક પણ જોઈ શકીએ છીએ.” તેમનું માનવું છે કે AI મનુષ્યોના ઘણા કાર્યો હેન્ડલ કરશે, જેનાથી કર્મચારીઓ પાસે પરિવાર, શોખ અને માનસિક શાંતિ માટે વધુ સમય હશે.
વર્નઆઉટથી છૂટકારો
જૂલિયટ શોરે 1992માં લખેલા પુસ્તક The Overworked Americanમાં વધુ કામના નુકસાનો પર ચર્ચા કરી હતી. તેમનું કહેવું છે કે માનસિક થાક હવે ખૂબ સામાન્ય બની ગયું છે. 4 દિવસનું વર્કવીક આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે, જેનાથી કર્મચારીઓ વધુ ઉત્સાહી અને પ્રેરિત રહે છે.
ભારતમાં શું છે ભાવિ?
ભારતમાં હજુ પણ ઘણી કંપનીઓ પરંપરાગત 5-6 દિવસના વર્કવીકને અનુસરે છે. કેટલીક કંપનીઓમાં ‘સમર ફ્રાઇડે’ જેવા નિયમો અપનાવાય છે, જ્યાં શુક્રવારે વહેલું કામ ખતમ કરવામાં આવે છે. 4 દિવસનું વર્કવીક હવે એક નવી શરૂઆત બની શકે છે, જે ભારતીય કંપનીઓ માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.