GPSC Job 2024: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. GPSC દ્વારા 2024 માટે ભરતી કેલેન્ડર જાહેર, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન 2024નું ભરતી કેલેન્ડર જાહેર કરી દેવાયું છે. વર્ષ 2024 માટે GPSC વિવિધ 82 કેડરમાં 1625 જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે. જેમાં વર્ગ-1,2ની ભરતી માટે 164 જેટલી જગ્યા જાહેર કરવામાં આવી છે. આ પહેલા વર્ષ 2023માં વર્ગ-1,2ની 100 જગ્યા, 2022માં પણ 100 જગ્યા પર ભરતી જાહેર કરાઇ હતી. પરંતુ આ વર્ષે વર્ગ-1,2ની જગ્યાઓમાં વધારો થવાનો અંદાજ છે.