Gujarat weather: ઉત્તરાયણ સુધી કેવું રહેશે ગુજરાતનું હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી | Moneycontrol Gujarati
Get App

Gujarat weather: ઉત્તરાયણ સુધી કેવું રહેશે ગુજરાતનું હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat weather forecast: આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. આ સિવાય અમેરલી, ભાવનગર, આણંદ, દાહોદ, છોડાઉદેપુર, નર્મદા, પંચમહાલ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ જોવા મળી શકે છે.

અપડેટેડ 02:41:11 PM Jan 11, 2024 પર
Story continues below Advertisement
ગુજરાતમાં ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધુ ઘટાડો થવાની આગાહી છે.

Gujarat weather: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો હતો. ભરશિયાળે માવઠાને કારણે ચોમાસા જેવો માહોલ છવાયો હતો. જોકે, હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતના હવામાન અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં તેમણે માવઠાની કોઇ આગાહી કરી નથી

બુધવારે બપોરની હવામાન વિભાગની આગાહી આપતા અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે જણાવ્યુ હતું કે, રાજ્યમાં હવામાન મોટાભાગે સૂકું રહેશે. તાપમાન અંગે જણાવતા તેમણે કહ્યું કે, આગામી ચાર દિવસ દરમિયાન એક-બે ડિગ્રી તાપમાન વધી શકે છે. તે પછી તાપમાનમાં ઘટાડો જોવા મળશે.

હવામાન વિભાગ પાસેથી મળતા આંકડા પ્રમાણે, બુધવારના રોજ ન્યુનત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 12.6 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત નલિયામાં 9.6 ભૂજ 11.9 જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર 13.5 કેશોદમાં 14.9, જુનાગઢ અને અમરેલીમાં 16.6, દ્વારકામાં 16.4, ઓખા, પોરબંદર 18 અને વેરાવળ-દિવમાં 19 સે. રહ્યું હતું. જુનાગઢના ગીર પર્વતો પર 30 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો અને મંગળવારે ત્યાં રોપ-વે બંધ કરવો પડયો હતો. રાજકોટમાં 15-20 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો, તો જામનગરમાં ન્યુનત્તમ તાપમાન 16 સે. પણ પવનની ઝડપ 25થી 30 કિ.મી. રહી હતી. જેના કારણે તાપમાન વધારે હતુ પણ ઠંડી વધારે હોવાનો અહેસાસ થયો છે.


આ પણ વાંચો-Ayodhya Ram mandir: જય શ્રી રામના નારાથી ગૂંજી ઉઠ્યું એરપોર્ટ, અમદાવાદથી અયોધ્યાની ફ્લાઇટે ભરી ઉડાન

હાલ ઉત્તરપ્રદેશ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને તા. 12ના ફરી હિમાલય વિસ્તારમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકવા આગાહી છે. આમ, હવામાન સતત ડિસ્ટર્બ રહેવાની સંભાવના છે. ગુજરાતમાં ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધુ ઘટાડો થવાની આગાહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 11, 2024 2:41 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.