HP 6000 કર્મચારીઓની છટણી કરશે: AI અપગ્રેડ પાછળનો 8300 કરોડ બચાવવાનો માસ્ટર પ્લાન | Moneycontrol Gujarati
Get App

HP 6000 કર્મચારીઓની છટણી કરશે: AI અપગ્રેડ પાછળનો 8300 કરોડ બચાવવાનો માસ્ટર પ્લાન

HP layoffs: AI અપડેટના નામે HP 2028 સુધીમાં 4000થી 6000 કર્મચારીઓની છટણી કરશે. કંપની AI આધારિત સિસ્ટમ અપનાવી $1 અબજ (લગભગ 8300 કરોડ) બચાવવા માંગે છે. જાણો સંપૂર્ણ વિગત.

અપડેટેડ 11:26:26 AM Nov 26, 2025 પર
Story continues below Advertisement
ટેકનોલોજીની દુનિયા સતત બદલાઈ રહી છે, અને આ બદલાવની સૌથી મોટી કિંમત કર્મચારીઓ ચૂકવી રહ્યા છે.

HP layoffs: દુનિયા ઝડપથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તરફ આગળ વધી રહી છે, અને હવે આ પરિવર્તનની સીધી અસર કર્મચારીઓની નોકરીઓ પર દેખાઈ રહી છે. કમ્પ્યુટર બનાવતી વૈશ્વિક દિગ્ગજ કંપની HP Inc. એ એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે, તે આગામી વર્ષોમાં 4000થી 6000 કર્મચારીઓની છટણી કરશે. આ પગલું AI આધારિત સિસ્ટમ્સ અપનાવીને કંપનીના ઓપરેશન્સને વધુ ઝડપી, સચોટ અને કરકસરયુક્ત બનાવવાની વ્યૂહરચનાનો ભાગ છે.

ટેકનોલોજીની દુનિયા સતત બદલાઈ રહી છે, અને આ બદલાવની સૌથી મોટી કિંમત કર્મચારીઓ ચૂકવી રહ્યા છે. એક તરફ, કંપનીઓ AIની ગતિ પકડવામાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ હજારો લોકોની નોકરીઓ જોખમમાં મુકાઈ રહી છે. HPના CEO એનરિક લોરેસના જણાવ્યા અનુસાર, આ ફેરફારથી કંપની આગામી 3 વર્ષમાં આશરે 1 અબજ ડોલરનો (લગભગ 8300 કરોડ) જેટલો જંગી બચાવ કરી શકશે. જોકે, આ બચતનો ભોગ તે હજારો કર્મચારીઓ બનશે જેમની નોકરીઓ હવે AI ના કારણે સમાપ્ત થઈ જશે.

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે AIની મદદથી ભવિષ્યમાં નવા પ્રોડક્ટ્સ વધુ ઝડપથી બનશે, કસ્ટમર સપોર્ટ સેવાઓ સુધરશે અને કામ કરવાની ગતિ પણ વધશે.

HPમાં બીજી વાર મોટા સ્તરે છટણી

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ HPએ 1000થી 2000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. હવે કંપનીએ ફરીથી તેની રી-સ્ટ્રક્ચરિંગ યોજનાને આગળ વધારતા 2028 સુધીમાં 6000 કર્મચારીઓ સુધીની છટણીની તૈયારી કરી છે. આ વખતે સૌથી વધુ અસર પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ઈન્ટરનલ ઓપરેશન્સ અને કસ્ટમર સપોર્ટ ટીમો પર પડશે.


AI PCની વધતી માંગ અને ચિપના ભાવનું દબાણ

HPએ જણાવ્યું કે AI-એનેબલ્ડ પર્સનલ કમ્પ્યુટર્સની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. કંપની દ્વારા ચોથા ક્વાર્ટરમાં મોકલવામાં આવેલા કુલ PCમાંથી 30% AI PC હતા. જોકે, આ વધતી માંગનું એક મોટું પરિણામ મેમરી ચિપ્સના ભાવમાં ઉછાળા સ્વરૂપે સામે આવ્યું છે. ડેટા સેન્ટરોમાં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ભારે માંગના કારણે DRAM અને NAND ચિપ્સના ભાવ સતત વધી રહ્યા છે. આનાથી HP, Dell અને Acer જેવી કંપનીઓના નફા પર ભારે દબાણ આવી શકે છે. HPનો અંદાજ છે કે ચિપના ભાવવધારાની મોટી અસર 2026ના બીજા છ માસિક ગાળામાં જોવા મળશે. કંપનીએ હાલ પૂરતા પ્રથમ 6 મહિના માટે પૂરતો સ્ટોક જમા કરી રાખ્યો છે, પરંતુ ત્યારબાદ વધતા ખર્ચની સંભાવના ગંભીર છે.

નબળા નફાના અનુમાનથી ચિંતા વધી

કંપનીએ 2026 માટે તેના નફાનું અનુમાન પણ ઘટાડ્યું છે. HPને આશા છે કે પ્રતિ શેર કમાણી 2.90થી 3.20 ડોલરની વચ્ચે રહેશે, જે બજારના અનુમાન કરતાં ઓછું છે. આ જ કારણે કંપનીના શેરોમાં પણ 5.5% નો ઘટાડો નોંધાયો છે, જે રોકાણકારો માટે ચિંતાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો- Debt Mutual Funds: ડેટ ફંડ્સએ જીત્યા રોકાણકારોના દિલ! ઓક્ટોબરમાં 1.6 લાખ કરોડનો જંગી પ્રવાહ નોંધાયો

MoneyControl News

MoneyControl News

First Published: Nov 26, 2025 11:26 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.