ગુજરાત સ્પોર્ટસ સ્ટાર્ટઅપ પિચબુક પ્રતિસ્પર્ધાને બહોળો પ્રતિસાદ, ગ્રાન્ડ ફિનાલે માટે સાત સ્ટાર્ટઅપ્સની પસંદગી: રમતગમત મંત્રી | Moneycontrol Gujarati
Get App

ગુજરાત સ્પોર્ટસ સ્ટાર્ટઅપ પિચબુક પ્રતિસ્પર્ધાને બહોળો પ્રતિસાદ, ગ્રાન્ડ ફિનાલે માટે સાત સ્ટાર્ટઅપ્સની પસંદગી: રમતગમત મંત્રી

ગુજરાત રાજ્યના ગૃહ રાજયમંત્રી તથા રાજ્યકક્ષાના વાહન વ્યવહાર, યુથ અને રમતગતમ મંત્રી અને સુરત શહેરના મજુરા વિસ્તારના ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “રમતગમતના વૈશ્વિક નકશા પર ભારતની હાજરીમાં અત્યંત ઝડપથી વધારો થયો છે.

અપડેટેડ 01:56:05 PM Dec 07, 2023 પર
Story continues below Advertisement
પિચબુક પ્રતિસ્પર્ધામાં સ્ટાર્ટઅપ્સને રૂપિયા 25 લાખનાં રોકડ ઈનામ આપવામાં આવશે

અમદાવાદની ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીમાં 11મી ડિસેમ્બરે યોજાનારા દેશના સૌથી પહેલા ગુજરાત સ્પોર્ટસ સ્ટાર્ટઅપ કોન્કલેવ દરમિયાન યોજાનારી પિચબુક પ્રતિયોગિતા માટે સાત સ્પોર્ટસ સ્ટાર્ટઅપ કંપનીઓને પસંદ કરવામાં આવી છે.

આ કોન્કલેવ માટે ટોચની 60થી વધુ સ્પોર્ટસ સ્ટાર્ટઅપ કંપનીઓએ નોંધણી કરાવી હતી, આ માટે અરજી કરવાનો સમય 2 ડિસેમ્બર 2023ના રોજ પૂરો થયો છે.

આ અંગે વાત કરતા ગુજરાત રાજ્યના ગૃહ રાજયમંત્રી તથા રાજ્યકક્ષાના વાહન વ્યવહાર, યુથ અને રમતગતમ મંત્રી અને સુરત શહેરના મજુરા વિસ્તારના ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “રમતગમતના વૈશ્વિક નકશા પર ભારતની હાજરીમાં અત્યંત ઝડપથી વધારો થયો છે. સ્પોર્ટસ ઈન્ડસ્ટ્રી હવે ફક્ત પ્રતિસ્પર્ધાઓ પૂરતી મર્યાદિત નથી રહી, પણ અપાર ક્ષમતાઓ સાથેનું તેજીમય આર્થિક સેક્ટર બની છે.


આ પરિવર્તન પાછળનો મોટો શ્રેય આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને જાય છે, જેમની જિજ્ઞાસા અને આપણા રમતવીરોને આપેલા સતત ટેકાએ મુખ્ય ભૂમિકા અદા કરી છે. વાયબ્રન્ટ ગુજરાતની પહેલના માળખામાં ગુજરાત સ્પોર્ટસ કોન્કલેવનું આયોજન સ્પોર્ટસ ઈકોસિસ્ટમમાં વધારો કરવાની આપણી પ્રતિજ્ઞા પાછળનો નોંધપાત્ર પ્રયત્ન છે તેમજ રોકાણને આકર્ષવામાં, આર્થિક વિકાસની ઉત્પ્રેરણા માટે અને ગુજરાતને વેપાર રોજગાર માટેનું હબ બનાવવા માટેનો મોટો પ્રયાસ છે.”

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટ્રાન્સ સ્ટેડિયા યુનિવર્સિટી અને સ્પોર્ટસકોમ ઈન્ડસ્ટ્રી કોન્ફીડરેશન સાથે ભાગીદારી કરીને આ કોન્કલેવનું આયોજન કર્યું છે. નેક્સ્ટ જનરેશન આંત્રપ્રિન્યોરશિપ માટે સવલતો પૂરી પાડવા માટે ગુજરાત સરકાર સાથે મળીને કામ કરતા ઈન્ક્યુબેશન સેટઅપ સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને આઈ- હબ દ્વારા આ કોન્કલેવને સમર્થન આપવામાં આવ્યું છે.

ભારતમાં રમતગમતના વિકાસ અને દેશભરમાં સ્પોર્ટસના વ્યવસાયના પરિદ્રશ્યમાં અસાધારણ સિદ્ધિઓની ઓળખ માટેની ગુજરાત સરકારની દુરંદેશીતા સાથેના સમાયોજન તરીકે ગુજરાત સ્પોર્ટસ સ્ટાર્ટઅપ કોન્કલેવ સ્પોર્ટસ અને વેપાર વચ્ચેના આંતરછેદન સમાન હશે. આ કોન્કલેવ ફક્ત સ્પોર્ટીંગ પાવરહાઉસ તરીકેની ભારતની ક્ષમતાનું જ પ્રદર્શન નહીં કરે, પણ સ્ટાર્ટઅપના અર્થતંત્ર તેમજ ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં રમતગમતના વિકાસને પણ વેગ આપશે. આ કોન્કલેવ દેશના યુવાનોને સ્પોર્ટસ માર્કેટમાં ઉપલબ્ધ વેપારની વિશાળ ક્ષમતાઓની શોધ માટે પ્રેરિત કરશે અને મદદરૂપ બનશે.

શ્રી નાગરાજન એમ (IAS, કલેક્ટર, મહેસાણા), શ્રી આર. એસ નિનામા (IAS, ડાયરેક્ટર જનરલ, સ્પોર્ટસ ઓથોટિરી ઓફ ગુજરાત), શ્રી સૌમિલ મજમુદાર (સહ સ્થાપક, મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ, સ્પોર્ટઝ વિલેજ), શ્રી ઋષિકેશ જોશી (સ્થાપક, સ્પોર્ટસ ફોર ઓલ) અને આઈ-હબના બે પ્રતિનિધિઓ સાથેની જ્યુરીએ અરજી કરનાર તમામ સ્પોર્ટસ કંપનીઓની વિગતવાર તપાસ કર્યા બાદ સાત સ્ટાર્ટઅપ કંપનીઓનું મૂલ્યાંકન અને પસંદગી કરી છે.

પસંદ કરાયેલા સાત સ્ટાર્ટઅપ્સ ઈવેન્ટના દિવસે એટલે કે 11મી ડિસેમ્બરે પિચબુક પ્રતિસ્પર્ધામાં એકબીજાની સામે હરિફાઈમાં ઉતરશે અને પોતાના બિઝનેસ આઈડિયા અને પ્રોડક્ટ્સને અનુભવી અને સ્પોર્ટસની દુનિયામાં જાણીતા જજની પેનલ સમક્ષ રજૂ કરશે. જજની પેનલ ટોચના ત્રણ સ્ટાર્ટઅપ્સની પસંદગી કરશે, જેમને અનુક્રમે રૂપિયા 10 લાખ, રૂપિયા 7 લાખ અને રૂપિયા 4 લાખના ઈનામ આપવામાં આવશે. બાકીના ચાર સ્ટાર્ટઅપ્સને આશ્વાસન ઈનામ તરીકે દરેકને એક લાખ રૂપિયા આપવામાં આવશે. રોકડ ઈનામ ઉપરાંત તેમને ઉદ્યોગના નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવવાની તક પણ મળશે.

આકર્ષક રોકડ ઈનામો ઉપરાંત જ્યુરીના સદસ્યો દ્વારા પસંદ કરવામાં આવેલા ટોચના 15 સ્ટાર્ટઅપ્સને ગુજરાત સ્પોર્ટસ સ્ટાર્ટઅપ કોન્કલેવના ઉપક્રમે યોજાનારા પ્રદર્શન દરમિયાન પોતાની પ્રોડક્ટ્સ અને આઈડિયા રજૂ કરવા માટે વિનામૂલ્યે સ્ટોલ પણ આપવામાં આવશે.

રમતગમત મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, “અમે પોતાનામાં અનોખી એવી પિચબુક પ્રતિસ્પર્ધાના માધ્યમથી ઈન્ડસ્ટ્રીમાં સ્પોર્ટસ સ્ટાર્ટઅપ્સને સમ્માનિત અને પ્રરિત કરવા માગીએ છીએ અને મને જણાવતા આનંદ થાય છે કે ઘણા સ્પોર્ટસ સ્ટાર્ટઅપ્સે અમારો સંપર્ક કર્યો છે.”

Union Budget 2024 : શું તમે કેન્દ્રીય બજેટ વિશે આ રસપ્રદ બાબતો જાણો છો?

MoneyControl News

MoneyControl News

First Published: Dec 07, 2023 1:56 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.