હવામાં જ ડ્રોનનો સફાયો કરશે ભારતનું 'ઈન્દ્રજાળ રેન્જર', દેશના સંરક્ષણ માટે 'ગેમચેન્જર' ટેકનોલોજી
ઈન્દ્રજાળ ડ્રોન ડિફેન્સ દ્વારા વિકસિત દેશના પહેલા મોબાઈલ ADPV 'ઈન્દ્રજાળ રેન્જર' વિશે જાણો. આ AI-સંચાલિત સિસ્ટમ કેવી રીતે સરહદો અને શહેરોને ડ્રોન હુમલાઓથી બચાવી શકે છે અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરી શકે છે.
મોબાઈલ અને AI-સંચાલિત સુરક્ષા કવચ ‘ઈન્દ્રજાળ રેન્જર’ એક ખાસ રીતે તૈયાર કરાયેલું કોમ્બેટ વ્હીકલ છે.
Indrajal Ranger: ભારતના સરહદી સંરક્ષણ ક્ષેત્રે એક મોટો સુધારો જોવા મળ્યો છે. કાઉન્ટર-UAS (અનમેન્ડ એરિયલ સિસ્ટમ) અને એર-ડિફેન્સ ટેકનોલોજી ફર્મ ઈન્દ્રજાળ ડ્રોન ડિફેન્સે તેનું પહેલું એન્ટી-ડ્રોન પેટ્રોલ વ્હીકલ (ADPV) ‘ઈન્દ્રજાળ રેન્જર’ લોન્ચ કરવાની ઘોષણા કરી છે. આ અદ્યતન ADPV, જે ગતિશીલતાની સ્થિતિમાં પણ હવાઈ જોખમોનો સામનો કરી શકે છે, તે સરહદો, શહેરો અને મહત્વપૂર્ણ માર્ગો પર ઘૂસણખોર ડ્રોનને શોધી કાઢવા, તેમને ટ્રૅક કરવા અને બેઅસર કરવામાં સક્ષમ છે.
મોબાઈલ અને AI-સંચાલિત સુરક્ષા કવચ ‘ઈન્દ્રજાળ રેન્જર’ એક ખાસ રીતે તૈયાર કરાયેલું કોમ્બેટ વ્હીકલ છે. પરંપરાગત, એક જ સ્થળે સ્થિર રહેતા એન્ટી-ડ્રોન સોલ્યુશન્સથી વિપરીત, આ સિસ્ટમની મુખ્ય ક્ષમતા ગતિમાં હોય ત્યારે પણ ડ્રોનને ઓળખવી, રીઅલ-ટાઇમ પેટ્રોલિંગ કરવું અને તત્કાળ તેમનો સામનો કરવો છે. સરહદ પારથી આવતા જોખમોની વધતી જટિલતાને ધ્યાનમાં લેતા, આ સિસ્ટમ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. આ નવું એન્ટી-ડ્રોન વાહન સંપૂર્ણપણે મોબાઈલ અને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)-આધારિત કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ છે, જે રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.
'રૅન્જર'ની મુખ્ય વિશેષતાઓ:
* આ એક AI-સંચાલિત મોબાઈલ પ્લેટફોર્મ છે, જે સ્વયં સંચાલિત છે.
* તે દુશ્મન ડ્રોનને ચોકસાઈથી ટ્રૅક કરીને તેમને બેઅસર કરે છે.
* આ વાહન મજબૂત 4×4 ટોયોટા હિલક્સ પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે.
* તે 10 km (કિલોમીટર) સુધીના અંતરથી ડ્રોનને સફળતાપૂર્વક ઓળખી શકે છે.
સાયબર ટેકઓવર, GNSS (ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ) સ્પૂફિંગ, રેડિયો ફ્રીક્વન્સી (RF) જામિંગ અને ઓટોનોમસ કિલ સ્વીચ જેવી અત્યાધુનિક તકનીકોનો ઉપયોગ કરીને 4 km (કિલોમીટર) ની અંદરના હવાઈ જોખમોને પ્રભાવી રીતે બેઅસર કરી શકે છે.
ડ્રોનના ઝુંડનો પણ કરશે સામનો આ ‘ઈન્દ્રજાળ રેન્જર’ વાહન લશ્કરી કાફલાઓ, સુરક્ષા થાણા અને સંવેદનશીલ સરહદી વિસ્તારોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. તે નાના ડ્રોન અને એકસાથે હુમલો કરતા ડ્રોનના ઝુંડો (જેને 'ડ્રોન સ્વાર્મ' પણ કહેવાય છે) નો પણ સફળતાપૂર્વક સામનો કરી શકે છે. આ ઉપરાંત, તે સરહદ પારથી વધતી ડ્રોન દ્વારા થતી તસ્કરી અને નશીલા પદાર્થોની હેરાફેરી જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓને રોકવામાં પણ સક્ષમ છે. કંપનીના CEO કિરણ રાજુના જણાવ્યા અનુસાર, "દરેક બેઅસર થતો ડ્રોન આંતરિક સુરક્ષાને મજબૂત બનાવે છે અને કિંમતી જાનહાનિ થતી અટકાવે છે."
Indrajaal Ranger: India’s first badass anti-drone monster truck
Imagine you’re chilling at the border or scrolling in a metro city and suddenly a rogue drone swarm shows up trying to drop weapons, drugs, or straight-up chaos. Game over? Nah, not anymore. Meet the Indrajaal… https://t.co/vw7gIQNf07pic.twitter.com/BieAYpexpr