gujarat weather prediction: હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં યથાવત રહેશે કડકડતી ઠંડીનો ચમકારો | Moneycontrol Gujarati
Get App

gujarat weather prediction: હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં યથાવત રહેશે કડકડતી ઠંડીનો ચમકારો

આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વાતાવરણ સૂકુ રહેશે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ છે. નલિયામાં 8.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં વધુ કોઇ ફેરફાર થવાની સંભાવના નથી. અમદાવાદમાં 15થી 16 ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના છે.

અપડેટેડ 04:53:40 PM Jan 02, 2024 પર
Story continues below Advertisement
Gujarat Weather Forecast Today: હવામાન વિભાગે કહ્યું હજુ 5 દિવસ ગુજરાતમાં ઠંડી યથાવત રહેશે.

રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો, રાજ્યમાં ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત રહેશે. હજુ 5 દિવસ ગુજરાતમાં ઠંડી યથાવત રહેશે. વાતાવરણ સૂકું રહેશે.તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય. બીજી બાજુ, આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સામાન્ય કરતાં તાપમાન ઊંચું નોંધાયું હતું. વધુ તાપમાન નોંધાવવાને કારણે ડિસેમ્બરમાં ઠંડી વધુ પડી નહોતી. આ વર્ષે વેસટર્ન ડિસ્ટર્બન્સ વધુ હોવાથી ડિસેમ્બરમાં ઠંડી ઓછી પડી હતી.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રય યાદવે જણાવ્યું કે, આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વાતાવરણ સૂકુ રહેશે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ છે. નલિયામાં 8.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં વધુ કોઇ ફેરફાર થવાની સંભાવના નથી. અમદાવાદમાં 15થી 16 ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના છે.

Ram Mandir: તવાંગથી કચ્છ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી આ રીતે પ્રગટશે શ્રી રામની જ્યોત, આ છે મોટી તૈયારી


હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જાન્યુઆરી મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, કેટલાક વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદ થવાની સંભાવના છે. આ સાથે તેમણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું નહીં પડે તેવું પણ જણાવાયું છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની યુ ટ્યુબ ચેનલ પર માવઠા અંગેની આગાહી કરી છે. વર્ષના પ્રથમ દિવસે જ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં માવઠા અંગેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, અત્યારે એક લો પ્રેસર અરબી સમુદ્રમાં તૈયાર થઇ રહ્યુ છે આ લો પ્રેશર ધીમે ધીમે આગળ વધશે તેની સાથે 6 કે 7 જાન્યુઆરી આસપાસ ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારો પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થવાનું છે. દક્ષિણ ભારત તરફથી વરસાદની સિસ્ટમ છે જે અરબી સમુદ્રના માર્ગે ઉત્તર અને ઉત્તર પૂર્વના માર્ગે આગળ વધવાની છે. આ બંનેના સંયોગને કારણે 8થી 11 જાન્યુઆરીની વચ્ચે ગુજરાત પર એક સિયર ઝોન સર્જાશે. એક ટ્રફ રેખા ગુજરાત પર જોવા મળે અને એના સંયોગને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ માવઠા થાય તેવી શક્યતા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 02, 2024 4:53 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.