પવિત્ર ધર્મ ધ્વજાને શ્રી રામ મંદિરના શિખર પર સ્થાપિત કરવામાં આવી
Ayodhya Ram Mandir Flag Hoisting: આજે અયોધ્યામાં એક વિશેષ અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પવિત્ર ધર્મ ધ્વજાને શ્રી રામ મંદિરના શિખર પર સ્થાપિત કરવામાં આવી, જેનાથી ભવ્ય રામમંદિર હવે સંપૂર્ણપણે તૈયાર થયું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિજીત મુહૂર્તમાં રામમંદિરના શિખર પર ધર્મ ધ્વજ લહેરાવીને ઇતિહાસ રચ્યો.
અયોધ્યામાં આજે અનેરો અને અનમોલ અવસર હતો. રામમંદિરના શિખર પર ધ્વજારોહણના આ કાર્યક્રમમાં કાશી, ઉત્તરાખંડ સહિત વિવિધ જગ્યાએથી સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય સમારોહમાં લગભગ 6000 જેટલા આમંત્રિતો હાજર રહ્યા હતા, જેઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. મંત્રોચ્ચાર અને પૂજા વિધિપૂર્વક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામમંદિરના શિખર પર ધર્મ ધ્વજ લહેરાવવામાં આવ્યો.
અલૌકિક ક્ષણના બન્યા સાક્ષી અને અભિજીત મુહૂર્તમાં ધ્વજારોહણ
આ અલૌકિક દ્રશ્યને જોઈને સૌ કોઈમાં એક દિવ્ય ઉત્સાહની લાગણી જોવા મળી હતી. હાજર સૌ કોઈ શ્રદ્ધાળુઓ અને આમંત્રિતો "જય સિયા રામ"ના નારા લગાવીને આ આધ્યાત્મિક ક્ષણના સાથી બન્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને RSSના વડા મોહન ભાગવતે સૌ પ્રથમ રામ મંદિરના પહેલા માળે આવેલા નવનિર્મિત રામ દરબારમાં પૂજા કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભગવાન રામલલ્લાના અભિષેક સમયે પહેલા માળે રામ દરબાર સ્થાપિત થયો ન હતો, જેનું નિર્માણ તાજેતરમાં જ પૂર્ણ થયું હતું.
#WATCH | Ayodhya Dhwajarohan | PM Modi and RSS Sarsanghchalak Mohan Bhagwat ceremonially hoist the saffron flag on the Shikhar of the sacred Shri Ram Janmbhoomi Temple, symbolising the completion of the temple’s construction.
રામ દરબારમાં પૂજા કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને RSS વડા મોહન ભાગવતે રામ મંદિરમાં બિરાજમાન રામલલ્લાની આરતી કરી હતી. આ પૂજા વિધિ પૂર્ણ થયા બાદ મંદિરની ટોચ પર ધર્મ ધ્વજ ફરકાવવાની મુખ્ય વિધિ શરૂ થઈ હતી.
#WATCH | Ayodhya Dhwajarohan | PM Modi and Sarsanghchalak Mohan Bhagwat offer prayers at Ram Lalla Garbha Grah UP CM Yogi Adityanath and UP Governor Anandiben Patel are also present (Source: DD) pic.twitter.com/Di62vOy09r — ANI (@ANI) November 25, 2025
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અભિજીત મુહૂર્તમાં ધ્વજારોહણ કરવા માટે અયોધ્યા આવ્યા હતા. પ્રધાનમંત્રી હેલિકોપ્ટર દ્વારા મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી તેમણે રામ મંદિર સુધી ભવ્ય રોડ શો કર્યો હતો. રામ મંદિર પહોંચતા પહેલા, કાર્યક્રમ દરમિયાન તેમણે સપ્ત મંદિરોમાં પ્રાર્થના કરી હતી, અને ત્યારબાદ જ તેઓ મુખ્ય રામ મંદિરે પહોંચ્યા હતા. આ ધ્વજારોહણ સાથે, અયોધ્યાનું શ્રી રામ મંદિર હવે સંપૂર્ણતાને પામ્યું છે.
#WATCH | Ayodhya Dhwajarohan | Devotees rejoice as the saffron flag rises atop Shri Ram Janmabhoomi Temple Shikhar, constructed in the traditional North Indian Nagara architectural style. The right-angled triangular flag, measuring ten feet in height and twenty feet in length,… pic.twitter.com/585WR9gtAw