‘અમેરિકન કામદારોને ટ્રેન કરો અને ઘરે પાછા જાઓ': ટ્રમ્પ સરકારનો નવો H-1B વિઝા પ્લાન, ભારતીય IT પ્રોફેશનલ્સ પર મોટી અસર!
Indian IT Professionals: ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનનો નવો H-1B વિઝા પ્લાન ભારતીય IT પ્રોફેશનલ્સ માટે ચિંતાનું કારણ બન્યો છે. આ નવી પોલીસી હેઠળ, વિદેશી નિષ્ણાતો અમેરિકન કામદારોને ટ્રેન કરીને પછી પોતાના દેશ પાછા ફરશે. જાણો આ 'ટ્રેન કરો અને પાછા જાઓ' મૉડલની ભારતીય ટેક સેક્ટર પર શું અસર થશે.
ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાની હેઠળની યુએસ સરકારે ફરી એકવાર તેની H-1B વિઝા પોલીસીમાં મોટા ફેરફારો કરવાની દિશામાં પગલાં ભર્યા છે
US Immigration Skill Transfer: ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાની હેઠળની યુએસ સરકારે ફરી એકવાર તેની H-1B વિઝા પોલીસીમાં મોટા ફેરફારો કરવાની દિશામાં પગલાં ભર્યા છે, જેના કારણે ભારતીય IT સેક્ટરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કૉટ બેસન્ટના તાજેતરના નિવેદન મુજબ, ટ્રમ્પ પ્રશાસનનો નવો H-1B વિઝા પ્લાન એક 'જ્ઞાન સ્થાનાંતરણ' (Knowledge Transfer) વ્યૂહરચના પર આધારિત હશે.
આ નવા મૉડલનો મુખ્ય હેતુ વિદેશી નિષ્ણાતોને માત્ર અસ્થાયી ધોરણે અમેરિકામાં બોલાવીને, ત્યાંના કામદારોને જરૂરી તાલીમ આપવાનો અને ત્યારબાદ તેમને પાછા મોકલી દેવાનો છે.
‘ટ્રેન ધ યુએસ વર્કર્સ, ધેન ગો હોમ'
ટ્રેઝરી સેક્રેટરી સ્કૉટ બેસન્ટે ફૉક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં આ નવી પોલીસીનો ઇરાદો સ્પષ્ટ કરતાં કહ્યું કે, "ટ્રેન ધ યુએસ વર્કર્સ, ધેન ગો હોમ" અમેરિકન કામદારોને ટ્રેન કરો, પછી ઘરે પાછા જાઓ. તેમનું કહેવું છે કે, આ પ્લાન મેન્યુફેક્ચરિંગ, શિપબિલ્ડિંગ અને સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રોને ફરીથી મજબૂત કરવા માટે બનાવવામાં આવ્યો છે, જ્યાં હાલમાં કુશળ અમેરિકન કામદારોની અછત છે.
BREAKING: Treasury Sec. Scott Bessent says President Trump's plan for visas is to TEMPORARILY bring in expert overseas workers to train Americans, they they go BACK home. "Train the US workers. Then, go home. Then, the US workers fully take over." KILMEADE: You understand… pic.twitter.com/vDbabSVxDW
બેસન્ટે ભારપૂર્વક જણાવ્યું કે વિદેશી નિષ્ણાતો કામચલાઉ ધોરણે આવીને સ્થાનિક કર્મચારીઓને તે સ્કીલ શીખવશે, જેની તેમને તાત્કાલિક જરૂર છે. તેમનો તર્ક છે કે ભલે આજે કોઈ અમેરિકન તે નોકરી કરી ન શકે, પરંતુ તાલીમ પછી તે ચોક્કસપણે કરશે.
ભારતીય IT પ્રોફેશનલ્સ પર સીધી અસર
આ પરિવર્તન ખાસ કરીને ભારતીય IT પ્રોફેશનલ્સ માટે મહત્ત્વપૂર્ણ છે, જેઓ દાયકાઓથી અમેરિકાના ટેક સેક્ટરની કરોડરજ્જુ સમાન ગણાય છે. નિષ્ણાતોનું માનવું છે કે આ નવું H-1B વિઝા મૉડલ અમેરિકન બિઝનેસને ટેકનિકલ રીતે આત્મનિર્ભર બનાવી શકે છે, પરંતુ ભારત જેવા દેશો માટે તે 'બ્રેન ડ્રેઇન રિવર્સલ' જેવો મોટો ફટકો સાબિત થઈ શકે છે. આનો અર્થ એ થશે કે અમેરિકામાં ભારતીય એન્જિનિયરો અને ટેક એક્સપર્ટ્સ માટે લાંબા ગાળાની જોબની તકો મર્યાદિત થઈ જશે.
ટ્રમ્પ પ્રશાસન માને છે કે આ પોલીસી 'અમેરિકા ફર્સ્ટ' પોલિસીને મજબૂત કરશે અને સ્થાનિક રોજગારનું સર્જન કરવામાં મદદ કરશે, જેનું અમેરિકામાં સમર્થન થઈ રહ્યું છે, પણ સાથે જ વિદેશી કામદારોની તકોને લઈને ચર્ચાઓ પણ વધી રહી છે.
અન્ય મહત્ત્વપૂર્ણ યોજના
ટ્રમ્પ પ્રશાસને કેટલાક ક્ષેત્રોમાં રહેલી 'ટેલેન્ટની ઉણપ'ને પણ સ્વીકારી છે અને જણાવ્યું છે કે વિદેશી નિષ્ણાતો માત્ર કામચલાઉ ધોરણે આ ઉણપ પૂરી કરશે. આ વિઝા પ્લાન ઉપરાંત, સ્કૉટ બેસન્ટે એક અન્ય મોટી નાણાકીય યોજનાનો પણ સંકેત આપ્યો છે. ટ્રમ્પ પ્રશાસન 100000 ડૉલરથી ઓછી કમાણી ધરાવતા પરિવારો માટે 2000 ડૉલરનું ટૅક્સ રિબેટ આપવાની યોજના પર પણ વિચાર કરી રહ્યું છે, જે એક મહત્ત્વપૂર્ણ આર્થિક પગલું ગણાશે.
ટ્રમ્પ સરકારનો નવો H-1B પ્લાન સ્પષ્ટપણે અમેરિકન કામદારોના સ્કીલ ડેવલપ પર કેન્દ્રિત છે, પરંતુ આ પોલીસી લાંબા ગાળે ભારતીય ટેક પ્રોફેશનલ્સના અમેરિકામાં સ્થાયી થવાના સપના અને ભારતમાંથી થતા ટેકનિકલ સ્થળાંતરના પ્રવાહને ચોક્કસપણે બદલી નાખશે.