Vibrant Gujarat Global Summit 2024: વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત સૌથી ઝડપી વિકાસ પામતો દેશ બન્યો -ગૌતમ અદાણી | Moneycontrol Gujarati
Get App

Vibrant Gujarat Global Summit 2024: વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત સૌથી ઝડપી વિકાસ પામતો દેશ બન્યો -ગૌતમ અદાણી

ગૌતમ અદાણીએ આગળ કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં ભારત 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે, અને ભારત વિશ્વના નકશા પર એક મોટી શક્તિ તરીકે સફળતાપૂર્વક ઉભરી રહ્યું છે અને ભારત આત્મનિર્ભર બની રહ્યું છે.

અપડેટેડ 02:11:48 PM Jan 10, 2024 પર
Story continues below Advertisement
ગૌતમ અદાણીએ કહ્યું કે 10મી વાઈબ્રન્ટ ગુજરાતને સંબોધન કરવાની તક મળી. છેલ્લા દશકામાં ભારતનો ગ્રોથ ઘણો સારો રહ્યો.

Vibrant Gujarat Global Summit 2024: ગૌતમ અદાણીએ કહ્યું કે 10મી વાઈબ્રન્ટ ગુજરાતને સંબોધન કરવાની તક મળી. છેલ્લા દશકામાં ભારતનો ગ્રોથ ઘણો સારો રહ્યો. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત સૌથી ઝડપી વિકાસ પામતો દેશ બન્યો. ખાવડામાં 30 GWનો રિન્યુએબલ પાર્ક ઊભો કરી રહ્યા છીએ. ગુજરાતમાં 5 વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરીશું. 1 લાખ નવા રોજગારનું નિર્માણ કરીશું.

ગૌતમ અદાણીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, માત્ર ભારતના ભવિષ્ય વિશે જ વિચારી રહ્યાં નથી, પરંતુ તેના વિકાસ માટે અલગ અલગ પ્રયત્ન સાથે તેને આકાર પણ આપી રહ્યાં છો.

ગૌતમ અદાણીએ આગળ કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં ભારત 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે, અને ભારત વિશ્વના નકશા પર એક મોટી શક્તિ તરીકે સફળતાપૂર્વક ઉભરી રહ્યું છે અને ભારત આત્મનિર્ભર બની રહ્યું છે.


તેમણે કહ્યું, ‘છેલ્લા એક દાયકાના આંકડા શાનદાર રહ્યા છે. 2014 થી ભારતનો જીડીપી 185 ટકા વધ્યો છે. તો, માથાદીઠ આવકમાં પણ 165 ટકાનો વધારો થયો છે. ભારતની આ સિદ્ધિ અનન્ય છે, ખાસ કરીને એક દાયકામાં જેણે મહામારી અને ભૌગોલિક રાજકીય સંઘર્ષો જેવા પડકારો સામે પણ ભારતે પોતાની ઈકોનોમી ટકાવી રાખી છે.

ગૌતમ અદાણીએ સમિટમાં જણાવ્યું હતુ કે, તેઓ ગુજરાતના કચ્છમાં એનર્જિ પાર્ક બનાવશે. તેમણે જાહેરાત કરતા કહ્યું કે, કચ્છના ખાવડા વિસ્તારમાં તેઓ એક એનર્જી પાર્ક બનાવશે. આ એનર્જી પાર્ક 725 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો હશે અને તેને અંતરિક્ષમાંથી પણ જોઈ શકાશે તેટલો શાનદાર બનાવવામાં આવશે.

આગળ તેમણે કહ્યું કે, અમે ગ્રીન એનર્જિ સેક્ટરમાં રોકાણ કરવા માંગીએ છીએ. અદાણી ગ્રુપ આત્મનિર્ભર ભારત માટે ગ્રીન સપ્લાય ચેઈનને વિસ્તારી રહ્યુ છે. અમે સૌથી મોટી સંકલિત રિન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ. તેમાં સોલાર પેનલ્સ, વિન્ડ ટર્બાઇન, હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર, ગ્રીન એમોનિયા, પીવીસી અને સિમેન્ટ અને કોપર ઉત્પાદનમાં વિસ્તરણનો સમાવેશ થાય છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 10, 2024 1:30 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.