Vibrant Gujarat Global Summit 2024: ભારત બનશે ત્રીજી સૌથી મોટી ઈકોનૉમી-PM | Moneycontrol Gujarati
Get App

Vibrant Gujarat Global Summit 2024: ભારત બનશે ત્રીજી સૌથી મોટી ઈકોનૉમી-PM

પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યુ છે કે, તાજેતરમાં, ભારતે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી. હવે ભારત આગામી 25 વર્ષ માટે તૈયારી કરી રહ્યું છે. આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું અમારું લક્ષ્ય છે. આગામી 25 વર્ષ ભારત માટે ‘અમૃત કાલ’ બનવાના છે. નવા સંકલ્પો લેવાનો સમય છે.

અપડેટેડ 02:31:13 PM Jan 10, 2024 પર
Story continues below Advertisement
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આજે ભારત દુનિયાની પાંચમી ઇકોનોમી છે અને મારી ગેરંટી છે કે, આપણે ટોપ 3માં આવી જઇશું.

Vibrant Gujarat Global Summit 2024: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ગાંધીનગરમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 નું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ છે. ગાંધીનગરના મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં ગ્લોબલ સીઇઓ, બિઝનેસ પ્રતિનિધિમંડળ, રાજદ્વારીઓ, વીઆઈપી મહાનુભાવો સહિત 25 હજારથી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા છે. આ સમિટમાં વિક્રમસર્જક 34 દેશો કન્ટ્રી પાર્ટનર છે અને 16 સંસ્થાઓ ભાગીદાર તરીકે જોડાઈ છે. ત્યારે આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આજે ભારત દુનિયાની પાંચમી ઇકોનોમી છે અને મારી ગેરંટી છે કે, આપણે ટોપ 3માં આવી જઇશું.

પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યુ છે કે, તાજેતરમાં, ભારતે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી. હવે ભારત આગામી 25 વર્ષ માટે તૈયારી કરી રહ્યું છે. આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું અમારું લક્ષ્ય છે. આગામી 25 વર્ષ ભારત માટે ‘અમૃત કાલ’ બનવાના છે. નવા સંકલ્પો લેવાનો સમય છે.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યુ છે. આપણે વિશ્વ કલ્યાણ માટે ભારતની નિષ્ઠા, પ્રયાસ અને પ્રરિશ્રમ સાથે વિશ્વને આગળ વધારી રહ્યા છીએ. પીએમ નરેન્દ્ર મોદીએ સંબોધનમાં ગેરંટી આપતા જણાવ્યુ કે, ‘મારી ગેરંટી છે કે, આગામી થોડા વર્ષોમાં ભારત ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે. ભારત અત્યારે વિશ્વની પાંચમી સૌથી મોટી શક્તિ છે. અમારા સ્થાને અતિથિ દેવો ભવ છે. તેની શરૂઆતથી છેલ્લા 20 વર્ષોમાં, વાઇબ્રન્ટ ગુજરાત સમિટે નવા વિચારોને પ્લેટફોર્મ આપ્યું છે અને રોકાણ અને વળતર માટે નવા રસ્તાઓ ખોલ્યા છે. 2024ની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ છે.


પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જ્યારે 10 વર્ષ પહેલા ભારત 11માં સ્થાને હતું. આજે વિશ્વની દરેક મોટી રેટિંગ એજન્સીનો અંદાજ છે કે, આગામી થોડા વર્ષોમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. એવા સમયે જ્યારે વિશ્વ અનેક અનિશ્ચિતતાઓથી ઘેરાયેલું છે. ત્યારે ભારત વિશ્વમાં વિશ્વાસના નવા કિરણ તરીકે ઉભરી આવ્યું છે.

Vibrant Gujarat Global Summit 2024: વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત સૌથી ઝડપી વિકાસ પામતો દેશ બન્યો -ગૌતમ અદાણી

MoneyControl News

MoneyControl News

First Published: Jan 10, 2024 2:31 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.