Vibrant Gujarat Global Summit 2024: મુકેશ અંબાણી કહ્યુ - PM મોદી ભારતના ઈતિહાસના સૌથી સફળ વડાપ્રધાન રહ્યા | Moneycontrol Gujarati
Get App

Vibrant Gujarat Global Summit 2024: મુકેશ અંબાણી કહ્યુ - PM મોદી ભારતના ઈતિહાસના સૌથી સફળ વડાપ્રધાન રહ્યા

Vibrant Gujarat Global Summit 2024: રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ કહ્યુ કે વિશ્વની સૌથી પ્રખ્યાત અને વિશ્વનીય સમિટ છે. તેમને કહ્યું કે મેં દરેક સમિટમાં ભાગ લીધો છે. મને ગુજરાતી હોવાનો ગર્વ છે.

અપડેટેડ 12:47:32 PM Jan 10, 2024 પર
Story continues below Advertisement
મુકેશ અંબાણીએ કહ્યુ, "રિલાયંસ એક ગુજરાતી કંપની હતી અને હંમેશાં રહેશે.

Vibrant Gujarat Global Summit 2024: રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ કહ્યુ કે વિશ્વની સૌથી પ્રખ્યાત અને વિશ્વનીય સમિટ છે. તેમને કહ્યું કે મેં દરેક સમિટમાં ભાગ લીધો છે. મને ગુજરાતી હોવાનો ગર્વ છે. PM મોદી ભારતના ઈતિહાસના સૌથી સફળ PM રહ્યા છે. આખુ વિશ્વ આજે મોદીને સાંભળે છે. PM મોદીના કારણે અશક્ય કામ સંભવ બન્યા છે. ગુજરાત મારી માતૃભૂમિ અને કર્મભૂમિ છે. રિલાયન્સે $150 bnનું રોકાણ કર્યું. રિલાયન્સ ગુજરાતની ગ્રોથ સ્ટોરીમાં મોખરે રહેશે. ગુજરાતની ઊર્જાની જરૂરીયાત પૂરી કરવા મદદ કરીશુ. જીયોએ ગુજરાતને ફુલ્લી 5G એનેબલ કર્યું. RIL હઝીરામા Carbon Fibre Facility સ્થાપશે.

મુકેશ અંબાણીએ કહ્યુ કે ગુજરાત વર્ષ 2047 સુધી 3000 અરબ અમેરિકી ડૉલરની અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યુ કે ભારતને 2047 સુધી 35000 અરબ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવાથી કોઈ તાકાત નહીં રોકી શકે. રિલાયંસ પ્રમુખે કહ્યુ કે ગુજરાત આધુનિક ભારતની વૃદ્ઘિનો પ્રવેશ દ્વાર છે.

મુકેશ અંબાણીએ કહ્યુ, "રિલાયંસ એક ગુજરાતી કંપની હતી અને હંમેશાં રહેશે. રિલાયંસે છેલ્લા 10 વર્ષોમાં ભારતભરમાં વિશ્વ સ્તરીય સંપત્તિ અને ક્ષમતાઓ બનાવામાં 150 બિલિયન ડૉલર એટલે કે 12 લાખ કરોડ રૂપિયાથી વધારેનું રોકાણ કર્યુ છે, તેમાંથી એક તૃત્યાંસથી વધારે રોકાણ એકલા ગુજરાતમાં કરવામાં આવ્યુ છે."


રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેને આગળ કહ્યુ કે પીએમ નરેન્દ્ર મોદી ભારતના ઈતિહાસમાં સૌથી સફળ પ્રધાનમંત્રી છે. અંબાણીએ આગળ કહ્યુ, "રિલાયંસ આવનાર 10 વર્ષોમાં મહત્વપૂર્ણ રોકાણની સાથે ગુજરાતની વિકાસ ગાથામાં અગ્રણી ભૂમિકા નિભાવાનું ચાલુ રાખશે. વિશેષ રૂપથી, રિલાયંસ ગુજરાતને ગ્રીન ગ્રોથમાં ગ્લોબલ લીડર બનાવવામાં યોગદાન આપશે. અમે 2030 સુધી રિન્યૂએબલ એનર્જીના માધ્યમથી ગુજરાતને તેની અડધી ઊર્જા જરૂરતોને પૂરી કરવામાં મદદ કરશે."

પોતાની યોજનાઓના વિશે વિસ્તારથી જણાવતા કહ્યું "અમે જામનગરમાં 5000 એકડ માં ધીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કૉમ્પ્લેક્સનું નિર્માણ શરૂ કરી દીધુ છે. તેનાથી મોટી સંખ્યામાં ગ્રીન જૉબ પેદા થશે અને ઈનેબલ પ્રોડક્શન અને સામગ્રીઓનું ઉત્પાદન સંભવ થશે. ગુજરાત ગ્રીન પ્રોડક્ટના અગ્રણી નિર્યાતક બની જશે. અને તેને 2024 ના બીજા સત્રમાં જ ચાલૂ કરવા માટે તૈયાર છે."

ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઈનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઈંડિપેંડેંટ મીડિયા ટ્રસ્ટનો માલિકીનો હક છે. તેની બેનફિશિયરી કંપની રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ છે.

Vibrant Gujarat Global Summit 2024: PM મોદીએ ‘વાઈબ્રંટ ગુજરાત સમિટ'નું કર્યું ઉદ્ઘાટન, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- વસુધૈવ કુટુંબકમ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 10, 2024 12:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.