Ambalal Patel predicted: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કરી આગાહી, હોળી પહેલા હવામાનમાં થશે મોટા ફેરફાર | Moneycontrol Gujarati
Get App

Ambalal Patel predicted: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કરી આગાહી, હોળી પહેલા હવામાનમાં થશે મોટા ફેરફાર

Ambalal Patel predicted: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવ્યું કે 19 ફેબુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યુ છે. જેની અસર 19થી 22માં દેશના ઉતરિય પર્વતિય વિસ્તારમાં થશે, જેમાં ભારે બરફ વર્ષા, પવનના તોફાનો અને હિમ ચાદર બનવાની શક્યતા રહેશે.

અપડેટેડ 12:34:12 PM Feb 19, 2024 પર
Story continues below Advertisement
Ambalal Patel predicted: 19 માર્ચમાં વાદળ છાયુ વાતાવરણ રહેવાની શક્યતા રહેશે. હોળી પહેલા હવામાનમાં મોટા પલટા આવશે.

Ambalal Patel predicted: રાજ્યમાં પવનની દિશા બદલાયા કરે છે. જેના કારણે ઠંડીમાં પણ વધઘટ જોવા મળી રહી છે. જો કે લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થયો નથી. તેમ છતા વહેલી સવારે ઠંડીનો અહેસાસ થય રહ્યો છે. કારણ કે પવન ફૂકાવવાના કારણે ઠંડીનો અહેસાસ થાય છે. તો બીજી તરફ બપોર થતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બેવડી ઋતુના કારણે કૃષિ પાક અને લોકોના સ્વાસ્થય પર અસર પહોચી રહી છે. પરંતુ અંબાલાલ પટેલનુ અનુમાન છે કે હજુ પણ હવામાનમાં મોટા ફેરફાર આવી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવ્યું કે 19 ફેબુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યુ છે. જેની અસર 19થી 22માં દેશના ઉતરિય પર્વતિય વિસ્તારમાં થશે, જેમાં ભારે બરફ વર્ષા, પવનના તોફાનો અને હિમ ચાદર બનવાની શક્યતા રહેશે. જેના કારણે 25થી 26 ફેબ્રુઆરીના સવાર અને સાંજને ઠંડી આવવાની શક્યતા રહેશે.

જેમાં 25થી 27 ફેબ્રુઆરીમાં ઉતર ગુજરાતના ભાગોમાં વહેલી સવારે અને રાતના તાપમાનમાં 11 ડિગ્રી નીચુ જવાની શક્યતા રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડી પડશે. ગાંધીનગરમા તાપમાનમાં 12 ડિગ્રી નીચુ જવાની શક્યતા રહેશે. અમદાવાદમાં પણ લઘુતમ તાપમાન 13 ડિગ્રી નીચે જવાની શક્યતા રહેશે.


અંબાલાલે કરેલી આગાહી પ્રમાણે કચ્છમાં લધુતમ તાપમાન 10 ડિગ્રી નીચે જવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રમાં પણ તાપમાન ઘટશે અને ઠંડીનો ચમકારો અનુભવાશે. સુરત સુધીના ભાગોમાં વાદળછાયું વાતાવરણમ રહેવાની શક્યતા રહેશે.આ ઠંડી બે ઋતુઓ વચ્ચે આવશે, જેમાં દિવસે ગરમી અને રાતે ઠંડા પવનની અસરથી બેવડી ઋતુનો અહેસાસ થશે. હવામાન રોગીષ્ટ બને અને લોકોએ કાળજી રાખવી જોઈએ.

26થી 29 ફેબુઆરીના વાદળો આવવાની શક્યતા રહેશે. 3થી 5 માર્ચમા મુંબઈમાં ભાગો સુધીમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 5થી 7 માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવશે. 19 થી 29 ફેબ્રુઆરીમાં વાતાવણ પલટો થશે. ત્યાર બાદ તેમણે સંભાવનાઓ વ્યક્ત કરી છે કે, 7અને 8 માર્ચમાં વાતાવણમાં પલટો આવશે. દિવસે ગરમી અને રાતે ઠંડા પવનો લાંબા સમય સુધી રહેશે. 11થી 12 માર્ચમાં ભારે પવન ફુકાશે અને હવામાનમાં મોટો પલટો આવશે.

19 માર્ચમાં વાદળ છાયુ વાતાવરણ રહેવાની શક્યતા રહેશે. હોળી પહેલા હવામાનમાં મોટા પલટા આવશે. અને અમુક વિસ્તારમાં માવઠુ થવાની શક્યતા રહેશે. ઉતર ગુજરાત મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં માવઠુ થવાનુ અનુમાન છે. પરંતુ નક્ષત્રો, પવનની દિશા, તાપમાનના અનુકુળ પરિસ્થિતિ પર આધાર રહેશે.

શું પેટીએમ ફાસ્ટેગને પોર્ટ કરી શકાય છે? સ્વિચ કરવી હોય તો શું છે પ્રોસેસ?

MoneyControl News

MoneyControl News

First Published: Feb 19, 2024 12:34 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.