Mahindra Holidays Share Price: મહિન્દ્રા હૉલિડેઝ એન્ડ રિસૉર્ટ ઈન્ડિયાના શેરોમાં આજે 26 ફેબ્રુઆરીએ 5 ટકાથી વધુ તેજી જોવા મળી છે. આ સ્ટૉક 5.54 ટકા વધીને 432.55 રૂપિયાના ભાવ પર બંધ થયો છે. ખરેખર, કંપની તેનો બિઝનેસ વધારવા માટે 4500 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરીવાની યોજના બનાવી રહી છે. આ સમચાર બાદ કંપનીના શેરમાં તેજી જોવા મળી છે. કંપનીના માર્કેટ કેપ 8734.81 કરોડ રૂપિયા છે. સ્ટૉકના 52 વીક હાઈ 469.80 રૂપિયા અને 52-વીક લો 256.40 રૂપિયા છે.
રૂમ કેપિસિટી વધારશે MHRIL
સિંહે કહ્યું, "5000 થી 10000 રૂમ સુધી પહોંચવા માટે અમારી પાસે તમામ રણનીતિયો તૈયાર છે. અમે ત્યા પહોંચવાના રસ્તા પર છે. હાલમાં, પાંચ ગ્રીનફીલ્ડ, બ્રાઉનફીલ્ડ અને અધિગ્રહણ પ્રોજેક્ટના માટે લગભગ 835 રૂપિયા કરોડનું રોકાણ કરી રહી છે, જેમાં લગભગ 690 રૂમ શામેલ છે તેમણે આગળ કહ્યું કે તેમણે સંપૂર્ણ વિશ્વાસ છે કે આ રોકાણ આવતા વર્ષમાં ઓછામાં ઓછા 2000 કરોડ સુધી પહોંચી જશે અને ખૂબ જલ્દી આ ત્રણ થી ચાર વર્ષમાં 4000-4500 કરોડ સુધી વધારવામાં આવશે.
કેવા રહ્યા છે MHRILના શેરોનું પ્રદર્શન
Mahindra Holidaysના શેરોમાં છેલ્લા એક મહિનામાં 8 ટકાની તેજી આવી છે. જ્યારે, છેલ્લા 6 મહિનામાં તેમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગયા એક વર્ષમાં આ સ્ટૉક 58 ટકા વધ્યો છે. જ્યારે, છેલ્લા પાંચ વર્ષમાં તેમાં 219 ટકાનો વધારો આવ્યો છે.