જેકે ટાયરના પ્રેસિડેન્ટ, અનુજ કથુરિયાનું કહેવું છે કે તમામ માપદંડો પર પરિણામો મજબૂત રહ્યા છે. કંપનીનું પ્રીમીયમ પ્રોડક્ટ પર વધુ ફોકસ રહ્યું છે. કુલ વેચાણમાં પ્રીમિયમ પ્રોડક્ટનું યોગદાન વધ્યું છે. ઉત્પાદન ક્ષમતા વધવાથી વેચાણ પણ વધ્યું છે. મોટા ટાયર રેન્જનું વેચાણનું યોગદાન પણ વધ્યું છે. કાચા માલની કિંમત ત્રિમાસિક ધોરણે વધી રહી છે. પ્રીમિયમ પ્રોડક્ટ, પ્રોડક્ટ મિક્સથી ફાયદો થયો છે.
અનુજ કથુરિયાના મતે ક્ષમતા વિસ્તાર અને ખર્ચ ઘટવાથી માર્જિનને સપોર્ટ છે. વર્ષ દર વર્ષના આધાર પર ગ્રોથ સારી જોવા મળી છે. કંપનીએ પ્રોડક્ટ પ્રીમિઝાઈઝેશન પર કામ કર્યું છે. કંપનીમાં પેસેન્જર કાર પર કામ કર્યું છે. કંપનીના સેલ્સમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે. કંપની ટાયર પ્લાન્ટમાં કેપેસિટી વધારી રહ્યા છે. કંપનીમાં કેપેસિટી વધારવાથી ગ્રોથ પર અસર જોવા મળી રહી છે.
અનુજ કથુરિયાનું કહેવું છે કે કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.