આવનારા ક્વાર્ટરમાં પેસેન્જર વાહનોમાં ડિમાન્ડ અને ગ્રોથ વધવાની અપેક્ષા: શ્રીરામ ફાઈનાન્સ | Moneycontrol Gujarati
Get App

આવનારા ક્વાર્ટરમાં પેસેન્જર વાહનોમાં ડિમાન્ડ અને ગ્રોથ વધવાની અપેક્ષા: શ્રીરામ ફાઈનાન્સ

2 વ્હિલર, કન્સ્ટ્રક્શન સાધનો, પેસેન્જર વ્હિકલ, પર્સનલ લોન અને ગોલ્ડમાં એયૂએમ વધ્યા છે. ફાર્મ સાધનોમાં એયૂએમ ગ્રોથ નબળો રહ્યો છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર એનએનપીએ રેશિયો 2.8 ટકા પર સ્થિર રહ્યો છે.

અપડેટેડ 02:14:16 PM Jan 29, 2024 પર
Story continues below Advertisement

શ્રીરામ ફાઈનાન્સના વીસી અને એમડી, ઉમેશ રેવણકરનું કહેવું છે કે કંપનીમાં બધા સેક્ટરમાં ગ્રોથ સારો રહ્યો છે. તહેવારીની સિઝનમાં ડિમાન્ટ વધારે રહે છે. તહેવારોની સિઝનમાં ટૂ-વ્હીલરમાં રૂરલ એરિયાથી ડિમાન્ડ વધારે આવે છે. બાકી એરિયામાં પણ ગ્રોથ સારો રહ્યો છે. એમએસએમઈ, ટૂ-વ્હીલરમાં 30 ટકા ગ્રોથ મળ્યો છે. પેસેન્જર વ્હીકલમાં ડિમાન્ડ વધી શકે છે. પ્રાઈવેટ સેક્ટરમાં ડિમાન્ડ વધારે થઈ રહી છે.

ઉમેશ રેવણકરના મતે આગળ જતા પ્રાઈવેટ સેક્ટરમાં ડિમાન્ડ વધી શકે છે. વ્હીકલ સેક્ટરમાં ડિમાન્ડ વધતી જોવા મળી રહી છે. ટૂ-વ્હીલરમાં પણ સેલ્સ વધી રહ્યું છે. આ વર્ષમાં 20 ટકાનું ગ્રોથ અનુમાન કરી રહ્યા છે. ક્વાર્ટર 4 માં પમ 20 ટકા રહેવો અનુમાન છે. વર્ષ દર વર્ષના આધાર પર ડિસ્ટ્રીબ્યુશન 29.2 ટકા વધી 37,788 કરોડ રૂપિયા પર રહ્યું છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર એયૂએમ રેશિયો 30.7 ટકા પર રહ્યો છે.

ઉમેશ રેવણકરના અનુસાર પેસેન્જર વ્હિકલમાં ડિસબર્સમેન્ટ ઘટ્યું છે. 2 વ્હિલર, કન્સ્ટ્રક્શન સાધનો, પેસેન્જર વ્હિકલ, પર્સનલ લોન અને ગોલ્ડમાં એયૂએમ વધ્યા છે. ફાર્મ સાધનોમાં એયૂએમ ગ્રોથ નબળો રહ્યો છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર એનએનપીએ રેશિયો 2.8 ટકા પર સ્થિર રહ્યો છે. વર્ષ દર વર્ષના આધાર પર આરઓએ 3.39 ટકાની સામે 3.11 ટકા પર રહ્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર આરઓઈ 15.54 ટકા પર રહ્યા છે. કોસ્ટ ટુ ઇનકમ રેશિયો 28.7 ટકા પર રહ્યો છે.


MoneyControl News

MoneyControl News

First Published: Jan 29, 2024 2:14 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.