ઉતાર ચઢાવ એ બજારનો ગુણધર્મ છે, PSUમાં હાલ રોકાણ કરતા પહેલા સાવધાન રહેવું જોઈએ-યોગેશ ભટ્ટ | Moneycontrol Gujarati
Get App

ઉતાર ચઢાવ એ બજારનો ગુણધર્મ છે, PSUમાં હાલ રોકાણ કરતા પહેલા સાવધાન રહેવું જોઈએ-યોગેશ ભટ્ટ

યોગેશ ભટ્ટના મુજબ ફાર્મા સ્ટોક્સમાં ઘટાડે ખરીદી કરી શકાય છે. ITમાં પ્રોડક્ટ કંપનીઓ પર ખાસ ધ્યાન આપી શકો છો. AI આધારીત IT કંપનીઓને ધ્યાનમાં રાખવી જોઈએ. ફાર્મામાં કંપની આધારીત રોકાણ કરવું જોઈએ.

અપડેટેડ 04:50:34 PM Feb 13, 2024 પર
Story continues below Advertisement
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ યોગેશ ભટ્ટ પાસેથી.

યોગેશ ભટ્ટનું કહેવુ છે કે ઉતાર ચઢાવ એ બજારનો ગુણધર્મ છે. એક તરફ SIPનો આંકડો સતત વધી રહ્યો છે. માર્ચ 2020થી ડિસેમ્બર 2023 સુધી સેન્સેક્સના અર્નિંગ્સ 2x થયા. આ સમય દરમિયાન સેન્સેક્સે 3xથી વધુ રિટર્ન આપ્યા. બજાર તેના ફંડામેન્ટલ કરતા ઘણું આગળ ચાલતું હતું.

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં સુસ્તી, ક્રૂડમાં તેજી, બ્રેન્ટના ભાવ $82ને પાર

યોગેશ ભટ્ટના મતે જ્યાં સારી તેજી જોવ મળી છે ત્યાં ઘટાડો કે કંસોલિડેશન આવી શકે. PSUમાં હાલ રોકાણ કરતા પહેલા સાવધાન રહેવું જોઈએ. પ્રાઈવેટ બેન્કના પરિણામ ઘણાં સારા રહ્યા છે. માઈક્રો ફાઈનાન્સ કંપનીઓ ઘણું સારી કરી રહી છે. ITના પરિણામમાં કોઈ મજબૂતી જોવા નથી મળી. ફાર્મા સેક્ટરમાં ગ્રોથ આવતો જોવા મળ્યો છે.


Reliance Industries ના માર્કેટ કેપ 20 લાખ કરોડ રૂપિયાના માર્કની પાર, આ દાયરાને પાર કરવા વાળી ભારતની પહેલી કંપની બની

યોગેશ ભટ્ટના મુજબ ફાર્મા સ્ટોક્સમાં ઘટાડે ખરીદી કરી શકાય છે. ITમાં પ્રોડક્ટ કંપનીઓ પર ખાસ ધ્યાન આપી શકો છો. AI આધારીત IT કંપનીઓને ધ્યાનમાં રાખવી જોઈએ. ફાર્મામાં કંપની આધારીત રોકાણ કરવું જોઈએ. ભારતમાં મોટા ભાગની વીજળી કોલસા આધારીત બને છે. પાવર સેક્ટરમાં અમુક સ્ટોક્સના વેલ્યુએશન મોંઘા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 13, 2024 4:50 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.