FEBRUARY AUTO SALES: ફેબ્રુઆરીમાં ટાટા મોટર્સનું વેચાણ 8.4% વધ્યુ, જાણો બીજી કંપનીઓની કેવી રહી ચાલ
ફેબ્રુઆરીમાં ટાટા મોટર્સનું કુલ વેચાણ વાર્ષિક ધોરણે 8.4% વધીને 86,406 યુનિટ થયું છે. આ સમયગાળા દરમિયાન, કંપનીના પેસેન્જર વાહનોનું વેચાણ 19% વધીને 51,321 યુનિટ થયું છે. તે જ સમયે, ઘરેલુ વેચાણ 9 ટકા વધીને 84,834 યુનિટ થયું છે. ઇવીનું વેચાણ 30% વધીને 6923 યુનિટ થયું છે. જ્યારે CV નું વેચાણ 4% ઘટીને 35,085 યુનિટ થયું છે.
આઈશર મોટર્સે જણાવ્યુ છે કે ફેબ્રુઆરી 2024 માં રોયલ એનફિલ્ડનું વેચાણ વાર્ષિક ધોરણે 6% વધીને 75,935 યુનિટ થયું છે.
February Auto Sales:બજાજ ઓટોએ ફેબ્રુઆરીમાં કુલ 3.46 લાખ વાહનો વેચયા છે. જ્યારે 3.51 લાખ યુનિટના વેચાણનો અંદાજ લગાવ્યો હતો. ફેબ્રુઆરીમાં કંપનીનું કુલ વેચાણ 24% વધીને 3.46 લાખ યુનિટ થયું છે. એક્સપોર્ટ 10% વધીને 1.39 લાખ યુનિટ અને ઘરેલૂ વેચાણ 35% વધીને 2.06 લાખ યુનિટ રહ્યુ છે. ત્યારે, CV વેચાણ 16% વધીને 51,978 યુનિટ રહ્યુ છે.
Escorts Kubota એ ફેબ્રુઆરીમાં 6481 ટ્રેક્ટર વેચ્યા છે. આ સમયમાં કંપનીના ટ્રેક્ટરના વેચાણ વર્ષના આધાર પર 17% ઘટ્યો છે. ફેબ્રુઆરીમાં એક્સપોર્ટ 22.3% ઘટીને 440 યુનિટ રહ્યુ છે. ઘરેલૂ ટ્રેક્ટર વેચાણ 16.6% ઘટીને 6,041 યુનિટ રહી છે. કંસ્ટ્રક્શન ઈક્વિપમેંટ વેચાણ 30% વધ્યુ છે.
ફેબ્રુઆરીમાં M&Mનું SUV વેચાણ વાર્ષિક ધોરણે 40% વધીને 42,401 યુનિટ થયું છે. તે જ સમયે, કંપનીના કુલ વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે 24% વધીને 72,923 યુનિટ થયું છે. જો કે, તે 68,200 યુનિટ હોવાનો અંદાજ હતો. ફેબ્રુઆરીમાં કંપનીનું કુલ ટ્રેક્ટર વેચાણ વાર્ષિક ધોરણે 16% ઘટીને 21,672 યુનિટ થયું છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન સ્થાનિક ટ્રેક્ટરનું વેચાણ 18% ઘટીને 20,121 યુનિટ થયું છે. જ્યારે ટ્રેક્ટરની નિકાસ 32% વધીને 1,551 યુનિટ થઈ છે. ફેબ્રુઆરીમાં કંપનીની કુલ નિકાસ 32% ઘટીને 1,539 યુનિટ થઈ છે. આ સમયગાળા દરમિયાન કંપનીના 3 વ્હીલરનું વેચાણ 15% વધીને 6,158 યુનિટ થયું છે.
આઈશર મોટર્સે જણાવ્યુ છે કે ફેબ્રુઆરી 2024 માં રોયલ એનફિલ્ડનું વેચાણ વાર્ષિક ધોરણે 6% વધીને 75,935 યુનિટ થયું છે. જ્યારે તે 75,000 યુનિટ હોવાનો અંદાજ હતો. ફેબ્રુઆરીમાં એક્સપોર્ટ 13% વધીને 8,013 યુનિટ રહ્યુ છે. તે જ સમયે, 350 CC મોડલનું વેચાણ 2% વધીને 66,157 યુનિટ રહ્યુ છે.
ફેબ્રુઆરીમાં ટાટા મોટર્સના કુલ વેચાણમાં 8.4% નો વધારો
ફેબ્રુઆરીમાં ટાટા મોટર્સનું કુલ વેચાણ વાર્ષિક ધોરણે 8.4% વધીને 86,406 યુનિટ થયું છે. આ સમયગાળા દરમિયાન, કંપનીના પેસેન્જર વાહનોનું વેચાણ 19% વધીને 51,321 યુનિટ થયું છે. તે જ સમયે, ઘરેલુ વેચાણ 9 ટકા વધીને 84,834 યુનિટ થયું છે. ઇવીનું વેચાણ 30% વધીને 6923 યુનિટ થયું છે. જ્યારે CV નું વેચાણ 4% ઘટીને 35,085 યુનિટ થયું છે.
ફેબ્રુઆરીમાં SML ISUZUનું કુલ વેચાણ વાર્ષિક ધોરણે 6% વધીને 1010 યુનિટ થયું છે. ફેબ્રુઆરીમાં કંપનીના પેસેન્જર વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે 4% ઘટીને 604 યુનિટ થયું છે. તે જ સમયે, કાર્ગો વાહનોનું વેચાણ 26% વધીને 406 યુનિટ થયું છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.