પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની જીઈ ટીએન્ડડી ઈન્ડિયાને પાવર ગ્રીડ તરફથી મોટો ઑર્ડર મળ્યો છે. કંપનીએ મંગળવારે બજાર બંધ થયા બાદ આ જાણકારી આપી છે. શેરબજારને મોકલવામાં આવેલી જાણકારી અનુસાર પાવર ગ્રીડે કંપનીને 370 કરોડ રૂપિયાનો ઑર્ડર આપ્યો છે. ઑર્ડર હેઠળ કંપનીએ પાવર ગ્રીડની ભારતમાં વિવિધ ટ્રાન્સમિશન સિસ્ટમ્સ માટે 765 કેવી શન્ટ રિએક્ટર સપ્લાય કરવાનું રહેશે. કંપનીએ જાણકારી આપી છે કે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ રિન્યુએબલ એનર્જીને નેશનલ ઈલેક્ટ્રિસિટી ગ્રીડ સાથે જોડવાનો અને રાજસ્થાન અને કર્ણાટક સહિત સંપૂર્ણ દેશમાં ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશનમાં સુધારો કરવાનો છે.
જ્યારે કંપનીએ કહ્યું કે તે આ ઑર્ડર હેઠળ સંપૂર્ણ પેકેજ ઑફર કરી રહી છે. આમાં ડિઝાઇન, એન્જિનિયરિંગ, ઉત્પાદન, પરીક્ષણ, ઇન્સ્ટોલેશન અને શરૂઆત કરવા શામેલ છે. આ રિએક્ટર્સને નાણાકીય વર્ષ 2025 અને 2026માં સોંપવામાં આવશે.
કેવા રહ્યા કંપનીના ક્વાર્ટરના પરિણામ
કંપનીનો ડિસેમ્બર ક્વાર્ટરનો નફો ગયા વર્ષની સરખામણીમાં અનેક ગણો વધીને 49.35 કરોડ રૂપિયા રહ્યો છે. એક વર્ષ પહેલા કંપનીએ 4.74 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. એબિટડા એક વર્ષમાં 39.12 કરોડ રૂપિયાથી વધીને 92.29 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. કુલ વેચાણ 776.6 કરોડ રૂપિયાથી વધીને 838.98 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે.
આ સ્ટૉક મલ્ટિબેગર સ્ટૉક સાબિત થયો છે. એક વર્ષમાં સ્ટૉકમાં રોકાણ વધીને 8 ગણો થઈ ગયો છે. 3 મહિનામાં માત્ર સ્ટૉક 100 ટકાથી વધુ વધ્યો છે. એક મહિનામાં સ્ટૉકનું રિટર્ન 39 ટકા અને એક સપ્તાહમાં 12 ટકા રહ્યું છે.