ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયામાં મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. GIFT NIFTY 110 પોઇન્ટ્સ ઉપર કારોબાર થઈ રહ્યો છે. ગઈકાલે અમેરિકાના બજાર રેકોર્ડ સ્તરે બંધ થયા હતા. નાસ્ડેકમાં 1%થી વધુની નોંધાઈ તેજી. 3 જાન્યુઆરી 2022 બાદ નાસ્ડેક નવી ઉંચાઈ પર બંધ. S&P500 37 પોઈન્ટ્સ વધીને રેકોર્ડ ઉંચાઈ પર બંધ થયો. અમેરિકાના ટ્રેઝરી વિભાગના નિવેદન બાદ આવી તેજી.
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 89 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.24 ટકાના વધારાની સાથે 36,113.83 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.26 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.36 ટકા ઘટીને 18,053.79 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 2.22 ટકાના ઘટાડાની સાથે 15,720.53 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.02 ટકા નજીવી તેજી સાથે 2,501.23 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 14.65 અંક એટલે કે 0.51 ટકા લપસીને 2,868.71 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.