ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયન માર્કેટ અડધા ટકા નીચે કારોબાર કરી રહ્યો છે. પણ ગિફ્ટ નિફ્ટીમાં મામુલી ઉછાળો જોવાને મળી રહ્યો છે. ગઈકાલે અમેરિકાના બજાર ઘટીને બંધ થયા હતા. આજે પણ US ફ્યુચર્સ દબાણમાં જોવાને મળી રહ્યુ છે. સેમિકન્ડક્ટરના શેરમાં 3-10%નો ઘટાડો જોવા મળ્યો. FOMC મિનિટો આજે મોડી રાત્રે રિલીઝ થશે. UBS ગ્લોબલ રિસર્ચ S&P 500 ટાર્ગેટ વધારશે. UBS ગ્લોબલ રિસર્ચ ટાર્ગેટ વધારીને 5400 કર્યા.
આ દરમિયાન આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 15 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.46 ટકાના ઘટાડાની સાથે 38,188.85 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.23 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.17 ટકા ઘટીને 18,722.12 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 2.74 ટકાના વધારાની સાથે 16,692.68 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.50 ટકા તૂટીને 2,644.45 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 48.10 અંક એટલે કે 1.65 ટકા ઉછળીને 2,970.83 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.