ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયાની મજબૂત શરૂઆત સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે, પણ GIFT NIFTY અને US FUTURESમાં ફ્લેટ કામકાજ દેખાય રહ્યુ છે. ત્યાંજ બ્રેન્ટના ભાવ 84 ડૉલર તરફ વધ્યા. OPEC+ દેશોએ જૂન સુધી પ્રોડક્શન કાપ યથાવત્ રાખવાનો નિર્ણય લીધો. શુક્રવારે અમેરિકાના બજારો રેકોર્ડ હાઈ પર બંધ થયા. અમેરિકાના બજારોથી આજે સુસ્તીના સંકેત મળી રહ્યા છે. ફેડ ચેરમેનના નિવેદન પર બજારની નજર રહેશે. જેરોમ પોવેલ બુધવારે નિવેદન આપશે.
અમેરિકી બજારના વાયદા સપાટ
ઓપેક+ જુન 2024 સુધી ઉત્પાદનમાં કપાત ચાલુ રાખવા પર સહમત થયા છે. બ્રેંટ ઑયલ 84 ડૉલર પર અને WTI 4 મહીનાના ઉચ્ચતમ સ્તર પર કારોબાર કરી રહ્યા છે. યીલ્ડમાં ઘટાડો અને અમેરિકી ડૉલરમાં નરમાઈના કારણે કમોડિટીમાં તેજી આવી છે. છેલ્લા કારોબારી દિવસે સોનુ 2080 ડૉલરના રેકૉર્ડ ઉચ્ચતમ સ્તર પર બંધ થયા હતા.
આ દરમિયાન આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 74.00 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.79 ટકાના વધારાની સાથે 40,226.83 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.34 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 2.00 ટકા વધીને 19,314.85 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.15 ટકાના વધારાની સાથે 16,613.65 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 1.16 ટકાની તેજી સાથે 2,672.97 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 1.71 અંક એટલે કે 0.06 ટકા ઉછળીને 3,028.73 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.