આજે ગ્લોબલ બજારોથી સુસ્ત સંકેતો જોવાને મળી રહ્યા છે. GIFT NIFTY આશરે 40 પોઇન્ટ્સ ઉપર કારોબાર કરી રહી છે. એશિયાના બજારોમાં પણ નરમાશ સાથે શરૂઆતી સંકેત દેખાય રહ્યા છે. ગઈકાલે અમેરિકાના બજારોમાં મિશ્ર કારોબાર રહ્યો, ડાઓ નીચે પણ S&P 500, NASDAQ મજબૂતી સાથે બંધ થયા.
અમેરિકાના બજાર કાલે ફ્લેટ બંધ થયા. બજારને USના PCEના આંકડાની રાહ છે. બજારને USના મોંઘવારીના આંકડાની રાહ છે. 12 માર્ચે USના મોંઘવારીના આંકડા આવશે. આજે US GDPનું બીજું અનુમાન જાહેર થશે. સ્મોલકેપ ઈન્ડેક્સ રસેલ 2000માં આઉટપર્ફોર્મન્સ કર્યુ. ટેક શેર્સમાં વૈશ્વિક ફંડ્સની વેચવાલી વધી. ગ્લોબલ હેજ ફંડ્સે 8 મહિનામાં સૌથી વધારે વેચવાલી કરી.
કાચા તેલની કિંમતોમાં ઉછાળો દેખાયો. બ્રેન્ટ 83 ડૉલરને પાર પહોંચ્યું. OPEC+ થી પ્રોડક્શન કાપ યથાવત્ રહેવાની આશંકા અને ઇઝરાયલ - હમાસ યુદ્ધ વિરામને લઈ અનિશ્ચિતતાના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો છે.
આ દરમિયાન આજે એશિયાઈ બજારમાં નરમાશ સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY ફ્લેટ દેખાય રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.12 ટકાના ઘટાડાની સાથે 39,191.99 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.39 ટકાની નબળાઈ દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.50 ટકા ઘટીને 18,854.41 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.46 ટકાના ઘટાડાની સાથે 16,714.34 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.58 ટકાની તેજી સાથે 2,640.37 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 2.78 અંક એટલે કે 0.09 ટકા લપસીને 3,012.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.