એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સના એમડી અને સીઈઓ, સુદિપ્તા રોયનું કહેવું છે કે કંપની ગ્રાહકોને સુવિધા પૂરી પાડવાના પ્રયત્ન કરીશું. કંપનીમાં નવા ગ્રાહકોને જોડવા પર તેમનો ફોકસ બની રહ્યો છે. રિટેલ બિઝનેસનો ગ્રોથ યથાવત રાખવા પર ફોકસ કરી રહ્યા છે. બે કંપનીઓના મર્જરની પ્રક્રિયા પૂરી કરી છે. કંસો NIM ગાઈડન્સ વધુ સુધરવાની અપેક્ષા રાખી રહ્યા છે. આરબીઆઈના લીધેલા પગલાની અસર એનઆઈએમ પર જોવા મળી શકે છે.
સુદિપ્તા રોયના મતે કંપનીને D2C એપ ખુબજ એક્વટી છે, અને ડિમાન્ડ ખૂબજ વધુ છે. ડિજિટલ સપ્વિસિસ ગ્રાહકોની માગ પ્રમાણે સુધારવા પર ફોકસ કરી રહ્યા છે. આ ક્વાર્ટરમાં પરિણામ સારા રહ્યા છે. આ ક્લાર્ટરમાં 640 કરોડ રૂપિયાનું પ્રોફિટ આવ્યું છે, જે 41 ટકા રહ્યો છે. રિટેલ રોકાણકારમાં 25 ટકાનો અનુમાન હતો પરંતુ તે 31 ટકા પર રહી છે. હાલમાં આ સ્ટ્રેટેજી સારા ગ્રોથ સાથે રહી છે. આ સ્ટ્રેટેજીને કેવી રીતે યથાવત રાખી શકીએ. જેના બેસિસ પર અમારી કંપની કામ કરી રહી છે.
સુદિપ્તા રોયના અનુસાર કંપનીમાં નવા ગ્રાહકોમાં વધારો કરવાની આશા છે. કંપનીનું ટેક્નિોલૉજી પ્લેટફૉર્મને વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. બધા બિઝનેસથી ઈક્વિવેલેન્ટમાં ગ્રોથ રહ્યો છે. માઈક્રો બિઝનેસનો ગ્રોથ મજબૂત રહ્યો છે. હાલમાં અમારી કંપની રિટેલ કંપની બની રહી છે. વર્ષ દર વર્ષના આધાર પર સીએરએઆર 23.49 ટકાથી વધીને 24.9 ટકા પર રહી છે. ક્વાર્ટરના આધાર પર 33 ટકાના ઉચ્ચતમ સ્તર પર રહ્યા છે.
સુદિપ્તા રોયનું કહેવું છે કે વર્ષ દર વર્ષના આધાર પર આરઓએ 1.66 ટકાથી વધીને 2.53 ટકા પર રહી છે. ક્વાર્ટરના આધાર પર 17 ટકાના ઉચ્ચત્તમ સ્તર પર રહ્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર આરઓઈ 8.44 ટકાથી વધીને 11.35 ટકા પર રહી છે. ક્વાર્ટરના આધાર પર 16 ટકાના ઉચ્ચત્તમ સ્તર પર રહ્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર અન્ય આવક 25.5 ટકાથી વધીને 399 કરોડ રૂપિયા પર રહી છે.