જિનેશ ગોપાણીનું કહેવુ છે કે હવે બજારમાં કંસોલિડેશન જોવા મળી શકે છે. 6-9 મહિનાની દૃષ્ટીએ હાલ ઘટાડે ખરીદી કરવી જોઈએ. થોડું કરેક્શન આવશે તો વેલ્યુએશન વ્યાજબી થશે. સારા ગ્રોથ માટે ક્રેડિટ ગ્રોથ હોવો પણ જરૂરી છે. બેન્ક અને NBFCs હંમેશા રોકાણ માટે સારું હોય છે.
જિનેશ ગોપાણીના મુજબ હોસ્પિટાલિટી, પાવર, ટ્રાવેલ જેવા સેક્ટર પર ધ્યાન આપવું. ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશનમાં હાલ વેલ્યુએશન ઘણાં વધારે છે. ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશનમાં કંપનીઓ આધારીત રોકાણ કરવું. ટ્રાવેલ અને પ્રિમિયમ સેગમેન્ટમાં સારો ગ્રોથ જોવા મળશે. ઓટો એન્સિલરીમાં સારી કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ.