સુનિલ સુબ્રમણ્યમનું કહેવુ છે કે હાલમાં બજારમાં ચૂંટણી પહેલાની રેલી છે. બજારમાં FIIsના લાંબાગાળાના રોકાણ આવ્યા છે. સ્થાનિક રોકાણકારો દ્વારા પણ રોકાણ થઈ રહ્યું છે. મિડ અને સ્મોલકેપના પરિણામ લાર્જકેપથી સારા આવ્યા છે.

સુનિલ સુબ્રમણ્યમના મતે FIIs હવે ભારતમાં સીધા મિડકેપ સ્ટોક ખરીદી રહ્યા છે. SIP માંથી 30% રોકાણ મિડકેપ ફંડમાં આવી રહ્યા છે. ભારતીય અર્થતંત્ર હવે ગ્રોથ સાઈકલમાં પ્રવેશી રહ્યું છે. સરકાર કેપેક્સ ખર્ચ કરશે તો પ્રાઈવેટ સેક્ટર પણ કેપેક્સ કરશે. કેપિટલ ગુડ્ઝ, સ્ટીલ, સિમેન્ટ કંપનીઓમાં ગ્રોથ આવશે.
સુનિલ સુબ્રમણ્યમના મુજબ ટૂંકાગાળે બજારમાં ઉતાર ચઢાવ આવી શકે છે. 30% લાર્જકેપ, 40% મિડકેપ અને 30% સ્મોલકેપમાં ફાળવણી કરો. ફાર્મામાં સ્ટોક આધારીત રોકાણ કરવું જોઈએ. CV કંપનીમાં 3-4 વર્ષ માટે રોકાણ કરવું જોઈએ. PVમાં લક્ઝરી સેગમેન્ટમાં થોડું સાવચેત રહેવું જોઈએ.
સુનિલ સુબ્રમણ્યમનું માનવુ છે કે 2 વ્હીલર અને એન્ટ્રી લેવલ કારવાળી કંપનીઓમાં તેજી આવશે. સારું ચોમાસું રહેવાનું અનુમાન હશે તો ટ્રેક્ટરની માગ પણ વધશે. નિકાસ આધારીત ઓટો એન્સિલરીમાં તેજી જોવા મળશે. US, યુરોપમાં રિકવરી આવશે ત્યારે જ ITમાં ગ્રોથ આવશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.