આવનારા ક્વાર્ટરમાં માર્જિન અને ડિમાન્ડમાં વધારાની અપેક્ષા: બ્લુ સ્ટાર | Moneycontrol Gujarati
Get App

આવનારા ક્વાર્ટરમાં માર્જિન અને ડિમાન્ડમાં વધારાની અપેક્ષા: બ્લુ સ્ટાર

ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 72.1 ટકા વધીને 100.5 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 58 કરોડ રૂપિયા પર હતો.

અપડેટેડ 03:34:55 PM Jan 31, 2024 પર
Story continues below Advertisement

ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 72.1 ટકા વધીને 100.5 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 58 કરોડ રૂપિયા પર હતો.

કંપનીની આવકની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 25 ટકા વધીને 2,241.2 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 1,794 કરોડ રૂપિયા પર રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 48.2 ટકા વધારાની સાથે 155.3 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 104.7 કરોડ રૂપિયા પર હતા. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 5.8 ટકા થી વધીને 6.9 ટકા પર આવી ગયા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા બ્લુ સ્ટારના વાઈસ ચેરમેન અને એમડી, વીર અડવાણીએ કહ્યું છે કે આ ક્વાર્ટર ખૂબજ શાનદાર રહ્યું છે. ક્વાર્ટર 3 માં ઈન્ડસ્ટ્રીઝે ખૂબજ સારૂ પ્રદર્શન કર્યું છે. ઈલેક્શનને કારણે હાલમાં સરકારી ઑર્ડર થોડા ઓછા રહેશે. કંપનીની માર્કેટકેપ 13 ટકાથી વધું વધી છે.

વીર અડવાણીના મતે ડિપ ફ્રિઝરની માગ સતત વધી રહી છે. અન્ય પ્રોડક્ટની માંગ પણ ધીરે-ધીરે વધી રહી છે. આ ક્વાર્ટરમાં સારો વધારો જોવા મળ્યો છે. રેવેન્યૂમાં 25 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. એબિટડામાં 48 ટકાનો વધારો જોવા મળ્યો છે.

વીર અડવાણીના મુજબ ક્વાર્ટર 3 માં માર્કેટ ખૂબ મજબૂત રહ્યો હતો. અમારી કંપનીએ સારા આંકડા જાહેર કર્યા છે. અમારી કંપનીનું માર્કેટ શેર વધ્યો છે. છેલ્લા 18 મહિનાથી R&D, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાયર ચેનનું રોકાણ કરી રહ્યા છે. તેના કારણે ટોટલ કૉસ્ટ મેનેજમેન્ટ પણ સારી રીતે ચાલી રહ્યું છે.

વીર અડવાણીનું કહેવું છે કે હાલમાં ઑર્ડર ઈન ફ્લો થોડું ઓછું થયું છે. આ ક્વાર્ટર 3 માં ઘટાડો આવે છે કે અન્ય ક્વાર્ટરમા પણ અસર જોવા મળે છે. હાલમાં તહેવારોની સિઝન ઘણી મજબૂત રહી હતી. ડિમાન્ડ ગ્રોથમાં 15-20 ટકા સુધી વધવાની આશા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 31, 2024 3:34 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.