વિરાજ ગાંધીનું કહેવુ છે કે અત્યારે બજારમાં સેક્ટર રોટેશન થઈ રહ્યું છે. બજાર થોડો સમય કંસોલિડેશનમાં રહેશે ચૂંટણી પહેલા તેજી આવશે. રિયલ્ટી અને રેલવે મોંઘા લાગી રહ્યા છે. ડિફેન્સ સેક્ટર પણ હવે મોંઘુ લાગે છે. વ્યાજદર ઘટશે ત્યારે લોકો ગ્રોથ અને ક્વોલિટી તરફ વળશે.
વિરાજ ગાંધીના મતે આવનારા 12-18 મહિના માટે ઈન્ફ્રામાં રોકાણ કરીએ છીએ. ગ્રોથની શક્યતા વાળી કંપનીઓમાં પણ વેલ્યુ પર ખરીદવી. સ્પેશાલિટી કેમિકલમાં વેલ્યુ દેખાઈ રહી છે પણ ગ્રોથ નથી. ભારતીય બજાર આજે ફેર વેલ્યુએશન પર છે. માર્કેટ પાસે અત્યારે ઘટાડાનું કોઈ કારણ નથી.
વિરાજ ગાંધીનું માનવું છે કે આવનારા ભવિષ્યમાં ક્રૂડ, વ્યાજદરને કારણે બજારમાં ઘટાડો આવશે. આવનારા ભવિષ્યમાં FIIsની વેચવાલી આવે તો પણ ઘટાડો શક્ય. મિડકેપ અને સ્મોલકેપ ફંડમાં વધુ નાણાં આવી રહ્યા છે. વૈશ્વિક સ્તરે આવતા વર્ષ સુધીમાં 1થી 1.5% વ્યાજ દર ઘટી શકે છે.
વિરાજ ગાંધીના મુજબ બેન્કો પર અમે નજર રાખી રહ્યા છીએ. PSU બેન્ક અને પ્રાઈવેટ બેન્ક વચ્ચેનો તફાવત ઘટ્યો છે. હવે બેન્કમાં ગ્રોથ અને વેલ્યુ બન્ને પર નજર રાખવી પડશે. ઓટોમાં નહીં પણ ઓટો એન્સિલરીમાં રોકાણ કરવું.