RBI Monetary Policy: સતત છઠ્ઠી વાર દરોમાં કોઈ ફેરફાર નહીં, રેપો રેટ 6.50% પર યથાવત | Moneycontrol Gujarati
Get App

RBI Monetary Policy: સતત છઠ્ઠી વાર દરોમાં કોઈ ફેરફાર નહીં, રેપો રેટ 6.50% પર યથાવત

RBI Credit Policy: RBI ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યુ કે રેપો રેટ 6.50% પર યથાવત રહ્યો છે. MSF દર 6.75% પર યથાવત રહ્યો છે. SDFના દર 6.25% પર યથાવત રહ્યો છે. મોંઘવારી 4% ના દરે પહોંચે માટે પોલિસી કાર્યરત છે.

અપડેટેડ 12:09:06 PM Feb 08, 2024 પર
Story continues below Advertisement
RBI Credit Policy: આવનારા સમયમાં ભારત પ્રગતિની નવી સીડી ચઢશે. મોંઘવારી લક્ષ્યની નજીક આવી રહી છે.

RBI Credit Policy: 8 ફેબ્રુઆરીના સતત છઠ્ઠીવાર કેંદ્રીય બેંક RBI એ વ્યાજ દર કોઈ બદલાવ નથી કર્યો. RBIએ વ્યાજ દર યથાવત રાખ્યા. Withdrawal Of Accommodation Stance યથાવત રાખ્યો. હાલનો માહોલ આશાભર્યો છે. આપણી ઈકોનોમી સતત સુધરી રહી છે. ફાઈનાન્શિયલ સેક્ટરમાં તકનીકીનો સમ્નવય કરાયો. આવનારા સમયમાં ભારત પ્રગતિની નવી સીડી ચઢશે. મોંઘવારી લક્ષ્યની નજીક આવી રહી છે. યુધ્ધના માહોલ વચ્ચે ગ્લોબલ ઈકોનોમી બગડી છે. ખરાબ વૈશ્વિક પકડાર વચ્ચે ભારતીય ઈકોનોમી પોઝિટિવ છે.

RBI ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યુ કે રેપો રેટ 6.50% પર યથાવત રહ્યો છે. MSF દર 6.75% પર યથાવત રહ્યો છે. SDFના દર 6.25% પર યથાવત રહ્યો છે. મોંઘવારી 4% ના દરે પહોંચે માટે પોલિસી કાર્યરત છે. Core CPI ધીરે ધીરે હળવા થઈ રહ્યા છે. 6માંથી 5 MPC સભ્યો દર યથાવતના પક્ષમાં છે. વૈશ્વિક વેપારમાં પણ થોડી ઘણી સરળતા જોવા મળી. ગ્લોબલ ફાઈનાન્શિયસ સ્ટેબીલીટી જોવા મળશે. MPC સભ્યોમાં 5-1ની સહેમતિનો નિર્ણય રહ્યો.

RBI ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યુ કે દેવાનો બોજો ઘટાડવો અનિવાર્ય છે. દેવુ ઘટશે તો જ નાણાંકીય ખાધમાં ઘટાડો આવશે. ખાદ્ય પદાર્થોની કિંમત પર MPCની નજર રહેશે. સ્થાનિક આર્થિક ગતિવિધી ઘણી મજબૂત રહી છે. પાણીની તંગી વચ્ચે કૃષિની કામગીરી શ્રેષ્ઠ રહી. કૉમોડિટી કિંમતોથી કોર મોંઘવારીમાં નરમી રહી છે.


RBI ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યુ કે નાણાકીય વર્ષ 24 GDP ગ્રોથ અંદાજ 7%થી વધારી 7.3% કર્યો. ગુડ્સ, સર્વિસિસમાં કોર મોંઘવારીમાં નરમાશ રહી. નાણાકીય વર્ષ 25 GDP ગ્રોથ અંદાજ 7% રહેવાનો છે. નાણાકીય વર્ષ 25Q1 GDP ગ્રોથનો અંદાજ 6.7%થી વધારી 7.2% રાખ્યો છે. નાણાકીય વર્ષ 25Q2માંGDP ગ્રોથનો અંદાજ 6.5%થી વધારી 6.8% રહ્યો છે. નાણાકીય વર્ષ 25Q3માંGDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારી 7% રાખ્યો છે. નાણાકીય વર્ષ 25Q4માં GDP Growthનો અંદાજ 6.9% છે.

RBI ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યુ કે નાણાકીય વર્ષ 25માં CPI INFLATION નો અંદાજ 4.5% છે. નાણાકીય વર્ષ 24Q4 CPI Inflation અંદાજ 5.2% થી ઘટાડી 5% રહ્યો. નાણાકીય વર્ષ 25Q2 CPI Inflationનો અંદાજ 4% પર યથાવત છે. નાણાકીય વર્ષ 25Q3 CPI Inflationનો અંદાજ 4.7%થી ઘટાડી 4.6% છે. નાણાકીય વર્ષ 25Q4 CPI Inflation અંદાજ 4.7% છે.

RBI ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યુ કે લિક્વિડીટીની સ્થિતિથી માર્કેટ અનૂકૂળ થઈ ગઈ. MPCની ક્રેડિટનું ટ્રાન્સમિશન હજુ પણ અધૂરૂ છે. મજબૂત ડૉલક અને US યીલ્ડ વચ્ચે રૂપિયામાં સ્થિરતા રહી. ડૉલર સાથે ભારતીય રૂપિયાની એક્સચેન્જ વેલ્યુ ઘણી સ્થિર છે. 2 Feb સુધી ભારતનુ વિદેશી હુંડિયામણ $622.5 bln.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 08, 2024 10:08 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.