સેન્સેક્સ રેકૉર્ડ ઊંચાઈની નજીક, આ સ્મૉલકેપ 32% સુધી ભાગ્યો, જાણો આવનાર સપ્તાહ કેવી રહી શકે છે બજારની ચાલ
એંજલ વનના ઓશો કૃષ્ણનું કહેવુ છે કે કોઈ ઈંટ્રાડે ઘટાડામાં નિફ્ટી માટે 22000 પર નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ દેખાય છે. તે પછી આગામી મોટો સપોર્ટ 21900 - 21850 ની આસપાસ હશે. જોકે, જો આ સપોર્ટ તૂટે તો નિફ્ટી ઇન્ટરમીડિયેટ ટ્રેન્ડ નબળો પડી શકે છે.
બજારનો ઓવરઑલ ટ્રેંડ પૉઝિટિવ બનેલો છે. તેને ધ્યાનમાં રાખીને, રોકાણકારોને ઘટાડા પર ખરીદારીની રણનીતી ચાલુ રાખવાની સલાહ રહેશે.
Market Outlook: સારા ઘરેલૂ અને ગ્લોબલ કારકોની વચ્ચે ભારતીય બજારમાં તેજડીયાનો દબદબો કાયમ રહ્યો અને નિફ્ટી નવા રેકૉર્ડ ઊંચાઈ પર પહોંચી ગયો. મિડકેપ ઈન્ડેક્સ થોડા ઘટાડા સાથે સપ્તાહનો અંત આવ્યો. જ્યારે લાર્જ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 1 ટકાનો વધારો થયો હતો. આ સપ્તાહે બીએસઈ સેન્સેક્સ 716.16 એટલે કે 1 ટકા વધીને 73,142.8 પર બંધ રહ્યો હતો અને તેની 73,427.5ની રેકોર્ડ ઊંચી સપાટીની નજીક આવ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 50 ઈન્ડેક્સ સપ્તાહના અંતે 172 પોઈન્ટ અથવા 0.78 ટકાના વધારા સાથે 22,212.70 પર બંધ થતા પહેલા 22,297.50 ના નવા રેકૉર્ડ ઊંચાઈએ પહોંચ્યો.
બીજા સેક્ટોરલ ઈંડેક્સો પર નજર કરીએ તો બીએસઈ રિયલ્ટી ઈંડેક્સમાં 4 ટકા, બીએસઈ ટેલીકૉમ ઈંડેક્સમાં 3.8 ટકા, બીએસઈ એફએમસીજી અને પાવર ઈંડેક્સમાં 1.5 ટકાનો વધારો થયો. જ્યારે, બીએસઈ ઑયલ એન્ડ ગેસ ઈંડેક્સમાં 2 ટકા અને બીએસઈ ઈંફોર્મેશન ટેક્નોલૉજી ઈન્ડેક્સ 1 ટકા નીચે બંધ થયો.
વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 1,939.40 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે. જ્યારે, આ દિવસ ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 3532.82 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે. તો પણ ફેબ્રુઆરી મહીનામાં ત્યાર સુધી FIIs એ 15,857.29 કરોડ રૂપિયાની ઈક્વિટી વેચી છે. જ્યારે DII એ 20,925.83 કરોડ રૂપિયાની ઈક્વિટી ખરીદી છે.
બીએસઈ બીએસઈ સ્મૉલ-કેપ ઈંડેક્સમાં 0.8 ટકાનો વધારો થયો. તેમાં સામેલ Jubilant Industries, BF Utilities, Waaree Renewable Technologies, Tourism Finance Corp of India, SML Isuzu, Jai Balaji Industries, Yasho Industries, Indian Hume Pipe Company, KPI Green Energy, eMudhra, Tata Investment Corporation અને Solara Active Pharma ના શેર 21-32 ટકા વધ્યા.
જ્યારે, બીજી તરફ IFCI, HPL Electric & Power, Coffee Day Enterprises, Orient Cement, Genus Power Infrastructures, Sula Vineyards, Techno Electric & Engineering Company, Motilal Oswal Financial Services, PNB Housing Finance અને ZF Commercial Vehicle Control Systems India ના શેરોમાં ઘટાડો જોવાને મળ્યો.
આવતા સપ્તાહે કેવી રહી શકે છે બજારની ચાલ
મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસિઝના સિદ્ઘાર્થ ખેમકાનું કહેવુ છે કે તમામ વૈશ્વિક આર્થિક ડેટાના પ્રકાશન પહેલા બજારમાં વિરામ આવી શકે છે. યુએસ પાસે ફેબ્રુઆરીના Q4 જીડીપીના આંકડાઓ સાથે પ્રારંભિક બેરોજગારી દાવાઓ, પીસીઈ ડેટા અને ગ્રાહક વિશ્વાસ હશે. જોકે, બજારનો ઓવરઑલ ટ્રેંડ પૉઝિટિવ બનેલો છે. તેને ધ્યાનમાં રાખીને, રોકાણકારોને ઘટાડા પર ખરીદારીની રણનીતી ચાલુ રાખવાની સલાહ રહેશે.
એંજલ વનના ઓશો કૃષ્ણનું કહેવુ છે કે કોઈ ઈંટ્રાડે ઘટાડામાં નિફ્ટી માટે 22000 પર નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ દેખાય છે. તે પછી આગામી મોટો સપોર્ટ 21900 - 21850 ની આસપાસ હશે. જોકે, જો આ સપોર્ટ તૂટે તો નિફ્ટી ઇન્ટરમીડિયેટ ટ્રેન્ડ નબળો પડી શકે છે. કારણ કે આ સમયે નિફ્ટી ખુલ્લા આકાશમાં દેખાય છે. આવી સ્થિતિમાં નિફ્ટી માટે ઉપરનું લક્ષ્ય નક્કી કરવું મુશ્કેલ જણાય છે. હજુ પણ એમ કહી શકાય કે જો બેન્કિંગ શેરો તરફથી સપોર્ટ મળશે તો આગામી સપ્તાહમાં નિફ્ટી 22350-22500ના સ્તરે જોવા મળી શકે છે. અહીંથી ઉપરના વલણને ટકાવી રાખવા માટે બેંકિંગ શેરોનો સપોર્ટ જરૂરી છે.
22000 પર નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ દેખાય છે. તે પછી આગામી મોટો સપોર્ટ 21900 - 21850 ની આસપાસ હશે. જોકે, જો આ સપોર્ટ તૂટે તો નિફ્ટી ઇન્ટરમીડિયેટ ટ્રેન્ડ નબળો પડી શકે છે. કારણ કે આ સમયે નિફ્ટી ખુલ્લા આકાશમાં દેખાય છે. આવી સ્થિતિમાં નિફ્ટી માટે ઉપરનું લક્ષ્ય નક્કી કરવું મુશ્કેલ જણાય છે. હજુ પણ એમ કહી શકાય કે જો બેન્કિંગ શેરો તરફથી સપોર્ટ મળશે તો આગામી સપ્તાહમાં નિફ્ટી 22350-22500ના સ્તરે જોવા મળી શકે છે. અહીંથી ઉપરના વલણને ટકાવી રાખવા માટે બેંકિંગ શેરોનો ટેકો જરૂરી છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.