Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

સુવેન ફાર્મા કોહાન્સ લાઇફસાયન્સને પોતાની સાથે મર્જ કરશે. શેરધારકોને કોહાન્સના 295 શેર સામે સુવેનના 11 શેર મળશે. એડવેન્ટ એન્ટિટીનો કંપનીમાં 66.7% હિસ્સો રહેશે. પબ્લિક શેરહોલ્ડર્સનો 33.3% હિસ્સો રહેશે.

અપડેટેડ 10:39:26 AM Mar 01, 2024 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Windfall Tax

    પેટ્રોલિયમ ક્રૂડના સ્થાનિક ઉત્પાદન પર વિંડફોલ ટેક્સ વધાર્યો. ક્રૂડ પેટ્રોલિયમના વિંડફોલ ટેક્સમાં 1300 રુપિયા ટનનો વધારો કર્યો. વિંડફોલ ટેક્સ 33% વધારી 4600 રૂપિયા ટન વધાર્યો. વિંડફોલ ટેક્સ 3,300 રૂપિયા ટનથી વધારી 4,600 રૂપિયા ટન કર્યા. ડીઝલ પર વિંડફોલ ટેક્સ 1.50 રૂપિયા લીટરથી ઘટાડી શૂન્ય કર્યો. પેટ્રોલ, ATF પર વિંડફોલ ટેક્સ 0 પર યથાવત્ છે.


    Adani Ent

    Vizag ટેક પાર્કમાં 100% હિસ્સો વેચશે. અદાણી ઈન્ફ્રાને પૂરો હિસ્સો 151 કરોડ રૂપિયામાં વેચશે.

    ICICI Bank

    ICICI બેન્કે ICICI લોમ્બાર્ડ જનરલ ઈશ્યોરન્સમાં 25.1 લાખ શેર્સ વધુ ખરીદ્યા. ICICI લોમ્બાર્ડમાં 431 કરોડ રૂપિયામાં શેર્સ ખરીદ્યા. ICICI બેન્કની સબ્સિડરી કંપની ICICI લોમ્બાર્ડ જનરલ ઈશ્યોરન્સ છે.

    Vedanta

    વેદાંતાને સુપ્રીમ કોર્ટથી ઝટકો મળ્યો. તુતીકોરિન પ્લાન્ટ પર વેદાંતની અરજી SCએ ફગાવી. મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી ફગાવી. કંપનીએ તુતીકોરિન પ્લાન્ટ ફરી શરૂ કરવા માટે અરજી આપી હતી.

    Aurobindo Pharma

    US FDA પાસેથી Eugia SEZ યુનિટને 7 અવલોકનો મળ્યા. 19 થી 29 ફેબ્રુઆરી વચ્ચે US FDA દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.

    Biocon

    US FDA દ્વારા બાયોકોન બાયોલૉઝિક્સ યુનિટને 4 અવલોકનો મળ્યા. 4 અવલોકનો સાથે ફોર્મ 483 પણ ઈશ્યુ કરાયું. 20 થી 28 ફેબ્રુઆરી વચ્ચે US FDA દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. કંપની જલ્દી US FDAને CAPA પ્લાન સોંપશે.

    Suven Pharma

    સુવેન ફાર્મા કોહાન્સ લાઇફસાયન્સને પોતાની સાથે મર્જ કરશે. શેરધારકોને કોહાન્સના 295 શેર સામે સુવેનના 11 શેર મળશે. એડવેન્ટ એન્ટિટીનો કંપનીમાં 66.7% હિસ્સો રહેશે. પબ્લિક શેરહોલ્ડર્સનો 33.3% હિસ્સો રહેશે.

    MOIL

    ફેરો ગ્રેડના ભાવ માર્ચ મહિના માટે 5% વધારી. 44%થી ઓછા મેંગેનીઝ કન્ટેન્ટ ધરાવતા ફેરો ગ્રેડના ભાવમાં વધારો કર્યો.

    Chalet Hotels

    આયુષી અને પૂનમ એસ્ટેટમાં 100% હિસ્સાનું અધિગ્રહણ કરશે. 315 કરોડ રૂપિયામાં હિસ્સો પૂરો ખરીદશે.

    CMS Info Systems

    કંપનીના એક્ઝિક્યુટિવ VC અને CEO રાજીવ કૌલે હિસ્સો વધાર્યો. કંપનીમાં તેમનો હિસ્સો 2.62% થી વધારીને 6.20% કર્યો.

    Pidilite Industries

    સુધાંશુ વત્સની મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી. સુધાંશુ વત્સ એપ્રિલ 2025 સુધી કાર્યભાર સંભાળશે. કવિન્દર સિંઘની જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરી. કવિન્દર સિંઘ એપ્રિલ 2025 સુધી કાર્યભાર સંભાળશે. નવા MD & જોઈન્ટ MD વર્તમાન MD ભરત પુરીની ટર્મ પૂરી થયા પછી ચાર્જ સંભાળશે.

    Oberoi Realty

    NCLT પાસેથી 3 સબ્સિડરીના એકીકરણની યોજના માટે NCLT ની મંજૂરી મળી.

    L&T

    કંપની ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટમાં હાઈડ્રોજન ઈલેક્ટ્રોલાઈઝર શરુ કરશે. કંપની ગુજરાત સ્થિત હજીરા પ્લાન્ટમાં હાઈડ્રોજન ઈલેક્ટ્રોલાઈઝર દ્વારા ઉત્પાદન શરુ કરાશે.

    Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

    MoneyControl News

    MoneyControl News

    First Published: Mar 01, 2024 10:39 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.