Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

પ્રમોટર ર્વ્લપૂલમાં બ્લૉક ડીલ દ્વારા 24% હિસ્સો વેચી શકે છે. ર્વ્લપૂલમાં $45 કરોડ બ્લોક ડીલ શક્ય છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ 1230 રૂપિયા પ્રતિશેર શક્ય છે. 7.5% ડિસ્કાઉન્ટ પર બ્લોક ડીલ થવાની શક્યતા છે.

અપડેટેડ 09:51:30 AM Feb 20, 2024 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    HDFC BANK

    Q3FY24નું પ્રદર્શન બેન્કના ભવિષ્યના ગ્રોથના સંકેતો નથી. રોકાણકારો ધીરજ રાખે, બેન્ક પછીના ત્રિમાસિકમાં ડિપોઝીટ ગ્રોથ લાવશે. મર્જર બાદ લોન ગ્રોથ આગળ વધતો દેખાયો છે. બેન્કે હવે ફંડ એકત્ર કરવાની જરૂરિયાત સર્જાઈ છે. બોન્ડ મેચ્યોર થતાં હોય સાતત્યપૂર્ણ ડિપોઝીટ ગ્રોથની જરૂર છે. આનાથી જ લોન અને ડિપોઝીટના શેરનો તાલમેલ બેસાડી શકાશે. HDFC બેન્કને મર્જર બાદ મોટી માત્રામાં લોન મળી છે. લોન અને પેમેન્ટ વચ્ચે તાલમેલ જાળવી બેન્ક સ્વસ્થ LDR જાળવી રાખશે.


    Whirlpool

    પ્રમોટર ર્વ્લપૂલમાં બ્લૉક ડીલ દ્વારા 24% હિસ્સો વેચી શકે છે. ર્વ્લપૂલમાં $45 કરોડ બ્લોક ડીલ શક્ય છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ 1230 રૂપિયા પ્રતિશેર શક્ય છે. 7.5% ડિસ્કાઉન્ટ પર બ્લોક ડીલ થવાની શક્યતા છે.

    L&T

    સાઉદી અરામકોએ $10 Bnની બિડ પ્રક્રિયા સ્થગિત કરી. સફાનિયાહ ઓઇલફિલ્ડ પ્રોજેક્ટ માટે બિડ મોકૂફ રાખવામાં આવી. સફાનિયાહ ઓઇલફિલ્ડમાં 10 EPCI બિડ પ્રક્રિયા સ્થગિત છે. પ્રોજેક્ટ માટે L&T EPC ઓર્ડર મેળવવાની રેસમાં હતી. L&T એ CNBC-TV18ને જણાવ્યું હતું કે સફાનિયાહના ટેન્ડરમાં ભાગ લીધો હતો. સાઉદી અરબે ક્રૂડ ઉત્પાદન પર મર્યાદા નાંખતા વિસ્તરણ સ્થગિત છે. સફાનિયાહ ઓઇલફિલ્ડથી હાલમાં ઉત્પાદન 1.3 mbpd છે. L&Tએ કહ્યું પશ્ચિમ એશિયામાં બિડિંગ પાઇપલાઇન ખૂબ જ મજબૂત છે. એનર્જી ટ્રાન્ઝિશન સેગમેન્ટમાં તકો વધી રહી છે. બ્લુ અમોનિયા, પેટ્રોકેમ, ગેસ પ્રોડક્શનમાં ઘણી શક્યતાઓ છે. ખાડી દેશોમાં કંપનીના ઓર્ડર બુક રેકોર્ડ સ્તર પર છે. લાંબાગાળામાં ખાડી દેશોમાં સારી આવક ગ્રોથની અપેક્ષા છે. સ્થાનિક માર્કેટમાં પણ અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમમાં ઘણી શક્યતાઓ છે.

    Kotak Mahindra Bank

    શાંતિ એકમ્બરમની ડેપ્યુટી MD તરીકે ફરીથી નિમણૂક કરી. શાંતિ એકમ્બરમ હાલમાં બેન્કના Whole-Time ડાયરેક્ટર છે. 1 માર્ચ 2024થી ડેપ્યુટી MD તરીકે શાંતિ એકમ્બરમ કાર્યભાર સંભાળશે. KVS મણિયાન સંયુક્ત MD તરીકે ફરીથી નિયુક્ત કરી. KVS મણિયાન હાલમાં બેન્કના Whole-Time ડાયરેક્ટર છે. CFO તરીકે નિયુક્ત દેવાંગ ઘીવાલા 1 એપ્રિલથી કાર્યભાર સંભાળશે. મિલિન્દ નાગનુર ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે નિયુક્ત, 1 એપ્રિલથી ચાર્જ સંભાળશે. હાલમાં મિલિન્દ નાગનુર ચિફ ટેક્નોલોજી ઓફિસર તરીકે કાર્યરત છે. પૌલ પરમ્બી ગ્રુપ ચીફ રિસ્ક ઓફિસર તરીકે નિયુક્ત, 1 માર્ચથી કાર્યભાર સંભાળશે. હાલમાં પોલ પરમ્બી બેન્કના ચીફ રિક્સ ઓફિસર છે.

    Deepak Fertilisers

    નોર્વે સ્થિત EQUINOR સાથે LNG માટે 15 વર્ષના કરાર કર્યા. કરાર 2026 થી શરૂ થશે. EQUINOR 15 વર્ષ સુધી વાર્ષિક 0.65 Mt LNG સપ્લાઈ કરશે.

    Torrent Power

    PM મોદી ઉત્તર પ્રદેશમાં ₹25,000 Crના 4 પ્રોજેક્ટનું શિલાન્યાસ કર્યું.

    LTIMindtree

    કંપનીએ Navisource.AI લોન્ચ કર્યુ. ઓટોનોમસ સોર્સિંગ પ્લેટફોર્મ દ્વારા GenAI નું સંચાલન થશે. AI થી પ્રોડક્ટિવિટીમાં 20% નો વધારો, પ્રોક્યુરમેન્ટ ખર્ચમાં 10% ઘટાડો થશે.

    NBCC

    કંપનીને 369 કરોડ રૂપિયાના 3 વર્ક ઓર્ડર મળ્યા.

    Piramal Enterprises

    કંપનીની 22 ફ્રેબુઆરીએ બોર્ડ બેઠક યોજાશે. બોર્ડ બેઠકમાં NCDs દ્વારા 600 કરોડ રૂપિયા એકત્ર કરવા પર કરશે વિચાર.

    RHI Magnesita

    વિજયા ગુપ્તાએ કંપનીના CFO પદેથી રાજીનામું આપ્યું. 13 મે, 2024 સુધી તેઓ કંપનીનો કાર્યભાર સંભાળશે.

    Stock Market Today: બજાર પર આજે આ સમાચારોની દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજર

    MoneyControl News

    MoneyControl News

    First Published: Feb 20, 2024 9:51 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.