Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 08:40:42 AM Feb 23, 2024 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Sona Comstar -

    કંપનીને કેન્દ્ર સરકાર પાસેથી પીએલઆઈ સર્ટિફિકેટ મળ્યું છે. ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરની ટ્રેક્શન મોટર માટે સર્ટિફેકેટ મળ્યું છે. ભારતની સૌથી મોટી ટ્રેક્શન ઉત્પાદકોમાં કંપનીનું સ્થાન છે. PLI માટે ઘણી અરજી કરી હતી, જેમાંથી પહેલા પ્રોડક્ટને મંજૂરી મળી છે.


    VODAFONE -

    27 ફેબ્રુઆરીએ કંપનીની બોર્ડ બેઠક યોજાશે. રાઈટ્સ ઈશ્યુ અંગે બોર્ડ બેઠકમાં ચર્ચા કરાશે. અન્ય માધ્યમોથી ફંડ એકત્ર કરવા વિચાર કરશે.

    BAJAJ AUTO -

    બજાજ ઓટોએ YULU BIKESમાં 45.75 કરોડનું રોકાણ કર્યું છે. YULU BIKESમાં બજાજ ઓટોનો 18.8 ટકા હિસ્સો હશે. YULU BIKES ભારતની સૌથી મોટી શેર્ડ EV 2-વ્હીલર કંપની છે.

    Godrej Properties -

    બોમ્બે હાઈકોર્ટે કંપનીના પક્ષમાં ચૂકાદો આપ્યો છે. CIDCOએ બે પ્લોટની રદ્દ કરેલી ફાળવણી અંગે કંપનીના પક્ષમાં ચૂકાદો આપ્યો છે. નવી મુંબઈના સાનપાડામાં બે પ્લોટની ફાળવણી કર્યા બાદ રદ્દ કરી હતી. CIDCOને લીઝ કરાર કરવા અને માલિકી કંપનીને આપવા આદેશ આપ્યો છે.

    RAMKRISHNA FORGINGS -

    મેક્સિકો પ્લાન્ટમાં ઉત્પાદન અને સપ્લાય શરૂ કરવા બોર્ડે મંજૂરી આપી છે. નોર્થ અમેરિકાના ગ્રાહક સાથે થયેલા એક કરાર હેઠળ ઉત્પાદન કરશે. 10 વર્ષ માટે $ 3.5 મિલિયનનું ગ્રાહક વાર્ષિક રોકાણ કરશે. Take or Pay કરાર હેઠળ પ્લાન્ટનું ઓપરેશન ચાલશે. કંપનીએ પ્લાન્ટમાં અને મશિનરી માટે કોઈ રોકાણ કરવાનું નથી. PL/LV સેગમેન્ટ માટે કોમ્પોનન્ટનું ઉત્પાદન કરવા 90 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી મળી છે.

    Dilip Buildcon -

    ગોવાના PWD વિભાગ પાસેથી 271 કરોડનો ઓર્ડર મળ્યો છે. પણજીમ- મેગલોર સેક્સન પરના બ્રિજ પર વધારાના કામ માટે ઓર્ડર મળ્યો છે. બ્રિજ પર ઓબઝર્વરેટરી ટાવર, વ્યુઈંગ ગેલેરી, લાઈટિંગ કંપની બનાવશે.

    Prataap Snacks -

    હિસ્સાના વેચાણ માટે આઈટીસી સાથે કોઈ વાટાઘાટો નથી કરી રહ્યાં.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Feb 23, 2024 8:40 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.