Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

PAYTMએ UPI દ્વારા ઓપરેશન યથાવત્ રાખવા અરજી કરી. NPCI થી TPAP બની UPI ઓપરેશન યથાવત્ રાખવા અરજી કરી.

અપડેટેડ 09:53:22 AM Feb 26, 2024 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Reliance

    રિલાયન્સ, ડિઝની વચ્ચે બાઈન્ડિંગ પેક્ટ. મીડિયા ઓપરેશનને મર્જ કરવા માટે બાઈન્ડિંગ પેક્ટ. ડિઝનીના ભારતીય મીડિયા કારોબાર માટે કરાર કર્યા. મર્જ એન્ટિટીમાં RILનો 61% હિસ્સો શક્ય છે. બાકી હિસ્સો ડિઝની પાસે રહેશે. આ સપ્તાહમાં ડીલની જાહેરાત થઈ શકે છે.


    Kotak Mahindra Bank

    કોટક જનરલમાં Zurich ઇન્શ્યોરન્સ 70% હિસ્સો ખરીદશે. 5,560 કરોડ રૂપિયામાં ડીલ થવાની અપેક્ષા છે.

    Paytm

    PAYTMએ UPI દ્વારા ઓપરેશન યથાવત્ રાખવા અરજી કરી. NPCI થી TPAP બની UPI ઓપરેશન યથાવત્ રાખવા અરજી કરી. NPCI એટલે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા. TPAP એટલે Third-Party Application Provider. PAYTMના પ્લેટફોર્મ પર લગભગ 9 કરોડ યૂઝર્સ છે. UPI માટે થર્ડ પાર્ટી એપ બનાવવાની અરજી પર NPCI નિર્ણય લેશે. પેમેન્ટ બેન્ક અને અન્ય બેન્કો સાથે સેટલમેન્ટ અકાઉન્ટ ઓપન કરી શકશે.

    Suven Pharma

    US FDAએ હૈદરાબાદના પશામિલરમમાં API અને ફોર્મ્યુલેશન સર્વિસ પૂરી કરી. US FDAએ દ્વારા API અને ફોર્મ્યુલેશન સર્વિસ માટે ફોર્મ 483 ઈશ્યુ કરાયુ. યુનિટમાં 12 થી 23 ફેબ્રુઆરી વચ્ચે તપાસ હાથ ધરાઈ.

    Ashok Leyland

    TVS ટ્રકમાં કંપનીએ લગભગ 25 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. રોકાણ સામે કંપનીના શેર્સ ઈશ્યુ કર્યા. TVS ટ્રકમાં અશોક લેલેન્ડનો 49.9% હિસ્સો રહેશે. અશોક લેલેન્ડની એસોસિયેટ કંપની TVS ટ્રક રહેશે. TVS મોબિલિટી પ્રાઈવેટ, TVS મોબિલિટી હોલ્ડિંગની JV કંપની છે. TVS મોબિલિટી અને TVS મોબિલિટી હોલ્ડિંગનો 50.1% હિસ્સો રહેશે. શેરહોલ્ડિંગ હિસ્સો 49.9% રેહશે.

    Zee Entertainment

    બોર્ડે ઈન્ડિપેન્ડેન્ટ એડવાઈઝરી સમિતિનીનું ગઠન કર્યું. પૂર્વ ન્યાયાધીશ સતીશ ચંદ્રાની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યુ. સતીશ ચંદ્રા અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત જજ છે. ઉત્તમ અગ્રવાલ, P V રમન્ના મૂર્તિનો બોર્ડમાં સમાવેશ થશે. ઈન્ડિપેન્ડેન્ટ ડાયરેક્ટર્સ તરીકે બોર્ડમાં શામેલ કર્યા.

    Max Health

    કંપનીએ ઈ-ઓક્શન દ્વારા લખનઉમાં જમીન ખરીદી. 21,946 Sq. મીટર જમીન 167 કરોડ રૂપિયામાં ખરીદી છે. જમીન પર 500 બેડ ક્ષમતાવાળી હોસ્પિટલ કંપની બનાવશે.

    Shakti Pumps

    KUSUM-3 સ્કીમ હેઠળ 3 વર્ક ઓર્ડર મળ્યા. હરિયાણા રિન્યુએબલ એનર્જી વિભાગ પાસેથી 2,443 પમ્પસ માટે ઓર્ડર મળ્યો. કંપનીને કુલ 84.30 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો.

    Skipper

    પાવરગ્રિડ પાસેથી 737 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. 765 kV ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટની ડિઝાઇન, સપ્લાઈ, કન્સ્ટ્રક્શન માટે ઓર્ડર મળ્યો.

    Transformers & Rectifiers

    TRILને પાવરગ્રિડ પાસેથી 232 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. ઓર્ડર ડિઝાઈનીંગ, એન્જીનિયરીંગ, મેન્યુફેકચર, મેન્યુફેક્ચરર્સ વર્ક્સ પર ટેસ્ટીંગ અને સપ્લાય માટે છે. 21 મહિનાની અંદર સમગ્ર કાર્ય પૂર્ણ કરવામાં આવશે.

    Kolte Patil

    પ્રમોટર નરેશ અનિરુદ્ધ પાટીલે 2% હિસ્સો વેચ્યો. વ્હાઇટઓક કેપિટલે 4.09 લાખ શેર્સ ખરીદ્યા.

    Arvind SmartSpaces

    Kausalya Real Serveએ 1.54% હિસ્સો વેચ્યો. 582 રૂપિયા/શેરના ભાવ પર 7 લાખ શેર વેચ્યા. Kausalya Real Serveનો ડિસેમ્બર સુધી 6.29% હિસ્સો હતો. ICICI પ્રુડેન્શિયલે 1.03 હિસ્સો ખરીદ્યો. 582 રૂપિયા/શેરના ભાવ પર 4.65 લાખ શેર ખરીદ્યા છે.

    Kalyani Steel

    ઓડિશા સરકાર સાથે કુલ 11750 કરોડ રૂપિયા માટે MoU કર્યા. સ્પેશિયાલિટી સ્ટીલ અને ઓટોમોટિવ કમ્પોનેન્ટના પ્લાન્ટ માટે MoU. 0.7 MTPAની ક્ષમતા માટે કંપની 6626 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ફેઝ 1માં ટાઇટેનિયમ મેટલ અને એરોસ્પેસ કમ્પોનેન્ટનું પ્લાન્ટ માટે MoU. 10,000 TPA ક્ષમતા માટે કંપની 5,124 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

    Stock Market Today: બજાર પર આજે આ સમાચારોની દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજર

    MoneyControl News

    MoneyControl News

    First Published: Feb 26, 2024 9:53 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.