હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. હરિયાણામાં ભાજપ ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ ગઠબંધનને બહુમતી મળી છે. જો કે જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને સૌથી મોટો ફટકો પડ્યો છે. ઉત્તર પ્રદેશની બહાર પોતાની પાર્ટીનો વિસ્તાર કરવાનો પ્રયાસ કરી રહેલા અખિલેશ યાદવે જમ્મુ-કાશ્મીરની 20 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાંથી 5 સીટો જમ્મુની અને 15 સીટો કાશ્મીરની હતી. જોકે, સપા એક પણ સીટ પર ચૂંટણી જીતવામાં સફળ રહી નથી.