Maharashtra Exit Poll: મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી? શું કહે છે એક્ઝિટ પોલના આંકડા? | Moneycontrol Gujarati
Get App

Maharashtra Exit Poll: મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી? શું કહે છે એક્ઝિટ પોલના આંકડા?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાન બાદ હવે એક્ઝિટ પોલ્સ આવી ગયા છે. ચૂંટણીમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે કાંટાની ટક્કર થવાની શક્યતા છે. બંને ગઠબંધન માટે આ વખતની ચૂંટણી આરપારની લડાઈ સાબિત થઈ શકે છે.

અપડેટેડ 10:50:30 AM Nov 21, 2024 પર
Story continues below Advertisement
ચૂંટણીમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે કાંટાની ટક્કર

Maharashtra Exit Poll: મહા વિકાસ આઘાડી (MVA)માં 3 મુખ્ય પક્ષો-કોંગ્રેસ, NCP અને શિવસેનાનો સમાવેશ થાય છે. મહાયુતિમાં BJP, શિવસેના, અજિત પવાર NCP સામેલ છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 145 બેઠકો જીતવી જરૂરી છે. BJP 149 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

વિવિધ Exit Pollના અંદાજ

મૈટ્રિઝે એક્ઝિટ પોલ

BJP: 150-170

કોંગ્રેસ: 110-130


અન્યઃ 8-10

ચાણક્ય એક્ઝિટ પોલ

BJP: 152-160

કોંગ્રેસ: 110-138

અન્યઃ 6-8

પોલ ડાયરી એક્ઝિટ પોલ

BJP: 112-186

કોગ્રેસઃ 69-121

અન્યઃ 12-29

PMARQ પોલ

BJP: 137-157

કોંગ્રેસ: 126-146

અન્યઃ 2-8

મહા એક્ઝિટ પોલ

બીજેપીઃ 152

કોંગ્રેસઃ 123

અન્યઃ 10

હાલ મહારાષ્ટ્ર વિધાનસભાની શું છે સ્થિતિ?

મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સીટ છે, જેમાં બહુમત માટે 145નો આંકડો છે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 26મી નવેમ્બરે પૂરો થશે, જ્યારે વર્તમાન વિધાનસભામાં BJPના 103 વિધાનસભ્ય છે, જેમાં એકનાથ શિંદેની શિવસેનાના 37 તથા NCP (અજિત પવાર)ના 39 વિધાનસભ્ય છે.

2019માં શું થયું હતું?

વર્ષ 2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બની હતી. પરંતુ કોંગ્રેસ, શિવસેના અને NCPએ સાથે મળીને સરકાર બનાવી હતી. ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા હતા. જોકે 2022માં શિવસેનામાં થયેલા ભંગાણ બાદ સરકાર પડી ગઈ હતી અને એકનાથ શિંદ બીજેપીની મદદથી સીએમ બન્યા હતા. ગત વર્ષે અજિત પવારની NCP પણ રાજ્ય સરકારમાં સામેલ થઈ હતી.

2019ની વિધાનસભા ચૂંટણીમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી હતી?

BJP- 105

કોંગ્રેસ-44

NCP (અવિભાજિત)-54

શિવસેના (અવિભાજિત)-56

SP-2

AIMIM-2

CPI(M)-1

2019માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી BJP અને અવિભાજિત શિવસેના દ્વારા યુતિમાં લડવામાં આવી હતી.

આ પણ વાંચો - Adani Controversy: USમાં અદાણી પર લાંચ અને છેતરપિંડીનો આરોપ, ધરપકડ વોરંટ ઇશ્યૂ

MoneyControl News

MoneyControl News

First Published: Nov 21, 2024 10:50 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.