આજે 1 કરોડ... 30 વર્ષ પછી માત્ર આટલી કિંમત બચશે, તમને 1BHK પણ લાગશે અતિશય મોંઘું! | Moneycontrol Gujarati
Get App

આજે 1 કરોડ... 30 વર્ષ પછી માત્ર આટલી કિંમત બચશે, તમને 1BHK પણ લાગશે અતિશય મોંઘું!

20કે 30 વર્ષ પછી, 1 કરોડ રૂપિયાને બદલે, તમારે ઓછામાં ઓછી બમણી અથવા ચાર ગણી સંપત્તિ ભેગી કરવી પડશે, તો જ તમે 20કે 30 વર્ષ પછી 1 કરોડ રૂપિયાની રકમ જમા કરાવી શકશો.

અપડેટેડ 06:51:07 PM Dec 17, 2024 પર
Story continues below Advertisement
તમને જણાવી દઈએ કે હાલમાં અમદાવાદમાં 3BHK ફ્લેટની કિંમત પોશ વિસ્તારમાં 1 કરોડથી વધુ છે.

કોવિડ મહામારી બાદ દેશ અને દુનિયામાં મોંઘવારી આસમાને પહોંચી રહી છે. ખાસ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરમાં મોંઘવારી ઝડપથી વધી છે. સ્થિતિ એ છે કે આજના સમયમાં અમદાવાદ જેવા શહેરોમાં સારા લોકેશન પર 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતે 3BHK ફ્લેટ મેળવવો પણ હવે આસાન નથી રહ્યો.. જો તમે ગોતા, સાયન્સ સિટી, બોડકદેવ જેવા વિસ્તારોમા 3 બીએચકે ઘર ખરીદવા માગો છો તો તેવી કિંમત કરોડોમાં પહોંચી ગઈ છે.

અન્ય મેટ્રો શહેરોમાં આ મોંઘવારી વધુ છે. આવી સ્થિતિમાં, જો તમે SIP અથવા અન્ય કોઈપણ પદ્ધતિ દ્વારા હવે 1 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહ્યા છો અને તેમાં તમને 20થી 30 વર્ષનો સમય લાગશે, તો તમારા માટે 1 કરોડ રૂપિયા પૂરતા નથી.

20કે 30 વર્ષ પછી, 1 કરોડ રૂપિયાને બદલે, તમારે ઓછામાં ઓછી બમણી અથવા ચાર ગણી સંપત્તિ ભેગી કરવી પડશે, તો જ તમે 20કે 30 વર્ષ પછી 1 કરોડ રૂપિયાની રકમ જમા કરાવી શકશો. પરંતુ જો તમે 30 વર્ષમાં માત્ર 1 કરોડ રૂપિયા જમા કરાવી શકો છો, તો તમને આ કિંમતે 2BHK ફ્લેટ પણ નહીં મળે અને આ માત્ર અમદાવાદમાં જ નહીં, સુરત, વડોદરા, રાજકોટ સહિત અન્ય નાના શહેરોમાં મોંઘવારીમાં વધારો થશે.


30 વર્ષ પછી 1 કરોડ રૂપિયાની કિંમત કેટલી થશે?

વધતી જતી મોંઘવારીને કારણે જમા કરાયેલા નાણાંનું મૂલ્ય પણ સમય સાથે ઘટતું જાય છે. ઉદાહરણ તરીકે, જો તમે 30 વર્ષમાં 1 કરોડ રૂપિયા જમા કરવાની યોજના બનાવો છો, તો 30 વર્ષ પછી તે 1 કરોડ રૂપિયાની કિંમત ફુગાવાના કારણે માત્ર 23 લાખ રૂપિયા થશે. આ દર્શાવે છે કે ફુગાવાની સાથે તમારી બચત પરનું રિટર્ન ઘટી રહ્યું છે અને રુપિયા 1 કરોડનું મૂલ્ય પણ ચાર ગણાથી વધુ ઘટી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે હાલમાં અમદાવાદમાં 3BHK ફ્લેટની કિંમત પોશ વિસ્તારમાં 1 કરોડથી વધુ છે. જો તમે 30 વર્ષ પછી અમદાવાદમાં 1 કરોડ રૂપિયામાં ફ્લેટ ખરીદવાનો પ્રયાસ કરશો તો કદાચ તમારું સપનું પૂરું નહીં થાય, કારણ કે તે સમયે તમારા હાલના 1 કરોડ રૂપિયાની કિંમત માત્ર 23 લાખ રૂપિયા હશે.

હવે 1 કરોડ જેટલી રકમ 30 વર્ષ પછી કેટલી રકમની જરૂર પડશે?

જો તમે અત્યારે 1 કરોડ રૂપિયાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો 30 વર્ષ પછી આ રકમ પૂરતી નહીં હોય. તમારે 30 વર્ષમાં 4.32 કરોડ રૂપિયાની જરૂર પડશે. આવી સ્થિતિમાં, જો તમારું લક્ષ્ય આજના ભાવે રુપિયા 30 લાખ છે અને તમે આ લક્ષ્યાંક 10 વર્ષમાં હાંસલ કરવા માંગો છો, તો તમે વાર્ષિક ફુગાવાનો દર 5 ટકા ધારીને ગણતરી કરી શકો છો. 10 વર્ષ પછી 30 લાખ રૂપિયાની કિંમત લગભગ 20 લાખ રૂપિયા થશે.

શું હશે ફોર્મ્યુલા?

કોઈપણ કિંમતના ભાવિ મૂલ્યની ગણતરી કરવા માટે, તમારે આ સૂત્ર અપનાવવું જોઈએ. આ રીતે તમે વાર્ષિક ધોરણે કોઈપણ રકમની કિંમતની ગણતરી કરી શકો છો.

રકમનું ભાવિ મૂલ્ય = રકમ/(1 + ફુગાવો દર)^વર્ષની સંખ્યા

આ પણ વાંચો-SIP બંધ કરી રહ્યા છે ઇન્વેસ્ટર્સ, નવી SIP ખોલવાની ગતિ પણ પડી ધીમી, જાણો શું છે કારણ

MoneyControl News

MoneyControl News

First Published: Dec 17, 2024 6:51 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.