પ્રોપર્ટી ગુરૂ: DLFના નવા પ્રોજેક્ટમાં ઘરોના ધરખમ વેચાણ
નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે DLFએ દલ્હી ગુરૂગ્રામમાં 3 દિવસમાં 7 કરોડની કિંમતના 1137 ફ્લેટ વેચ્યા. DLF નોર્થ સાથે ભારત ભરમાં પ્રખ્યાત ગ્રુપ છે. 10 વર્ષ બાદ DLFનો મોટો પ્રોજેક્ટ આવ્યો. માર્કેટિંગ ખૂબ સારી રીતે થવાથી રિસ્પોન્સ છે.
મેન્ડરસ પાર્ટનર્સ મેનેજીંગ પાર્ટનરના નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે DLFએ દલ્હી ગુરૂગ્રામમાં 3 દિવસમાં 7 કરોડની કિંમતના 1137 ફ્લેટ વેચ્યા. DLF નોર્થ સાથે ભારત ભરમાં પ્રખ્યાત ગ્રુપ છે. 10 વર્ષ બાદ DLFનો મોટો પ્રોજેક્ટ આવ્યો. માર્કેટિંગ ખૂબ સારી રીતે થવાથી રિસ્પોન્સ છે. ગુરૂગ્રામનુ આ લોકેશન ખૂબ સારૂ હોવાથી માંગ સારી છે. 30 એકરના લેન્ડ પાર્સલમાં 5 ટાવરનો પ્રોજેક્ટ છે. NCRનુ પ્રોપર્ટી માર્કેટ બાકી જગ્યાથી અલગ છે. અહી બ્રોકર્સ પહેલા પ્રોજેક્ટમાં બ્લક બુકિંગ થતા હોય છે. આ પ્રોજેક્ટમાં પણ બ્રોકર અને ઇન્વેસ્ટરનુ બુકિંગ હોઇ શકે. કેપિટલ ગેઇનનો બદલાવ લાગુ થાય તે પહેલા ટ્રાન્ઝેકશન થયા છે.
નૌશાદ પંજવાણીના મતે 8 કરોડની આસપાસ બેંગલોરમાં 4000SqFtનો ફ્લેટ મળી શકે. દિલ્હીમાં ₹8 કરોડમાં 2400 SqFtનો ફ્લેટ મળી શકે. મુંબઇમાં ₹8 કરોડમાં 1200 SqFtનો ફ્લેટ મળી શકે. મુંબઇમાં પ્રોપર્ટીની કિંમતો અન્ય શહેરોની સરખામણીએ ખાસી વધારે છે.
નૌશાદ પંજવાણીનું માનવું છે કે નાઇટ ફ્રેન્કના રિપોર્ટ મુજબ મુંબઇમાં પ્રોપર્ટીની કિંમતો 6.4% વધી. મહામારી અને લોકડાઉન વખતે પ્રોપર્ટીના વેચાણ અટકી ગયા હતા. પ્રાઇસની સરખામણી પ્રિ-પેન્ડામિક લેવલ સાથે કરવી જોઇએ. હવે કિંમતો 2019-20ના લેવલ પર પહોંચી છે. અન્ય દેશોની સરખામણીમાં ભારતનુ અર્થતંત્ર હજી મજબુત છે. ભારતમાં GDPનો ગ્રોથ સારો થયો છે. ભારતના HNI પાસે ઘરો ખરીદારીની ક્ષમતા છે. ભારતમાં મોંઘા ઘરના વેચાણ સારા થઇ રહ્યાં છે.
નૌશાદ પંજવાણીના મુજબ મહારાષ્ટ્રમાં મહિલાને સ્ટેમ્પ ડ્યુટીમાં 1%ની રાહત અપાઇ. ઉત્તર ભારતમાં મહિલાઓને સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત અપાઇ છે. મહારાષ્ટ્રએ પહેલી વાર મહિલાઓને સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપી. સ્ટેમ્પ ડ્યુટીમાં મહિલાને રાહત આપવી સારો નિર્ણય છે. અમુક શરતોને આધીન સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત અપાઇ છે. માત્ર મહિલાના નામે પ્રોપર્ટી હોય તો સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત મળશે. જોઇન્ટ પ્રોપર્ટી હોય તો કો-ઓનર પણ મહિલા જ હોવી જોઇએ. સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત લીધી હોય તો 15 વર્ષ સુધી વેચાશે નહી. જો 15 વર્ષ પહેલા પ્રોપર્ટી વેચાશે તો 1% સ્ટેમ્પ ડ્યુટી રિફંડ કરવાની રહેશે.
નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે તમે ઘર લેવાનો નિર્ણય લઇ લીધો હોય તો જરૂરથી ઘર ખરીદો. માત્ર પ્રાઇસ ડિસ્કાઉન્ટ જોઇ ઘર ફાઇનલ ના કરો. પ્રોજેક્ટ, ડેવલપર વગેરે બાબતોની તપાસ કરી લેવી જરૂરી છે. લોભામણી ઓફર્સને કારણે ઉતાવડમાં કોઇ નિર્ણય ના લેશો.
સવાલ: સિંગલ મધર છુ, નવા ભાડાની ઘરની જરૂર છે, ક્યા વિસ્તારમાં કેટલા ભાડામાં ઘર મળી શકે?
જવાબ: ભૂમી વ્યાસનું કહેવુ છે કે થાણાની આસપાસ મુલુન્ડમાં ઘર લઇ શકે છે. 1BHK મુલુન્ડમાં ₹30-40 હજારના રેન્ટમાં મળી શકે છે. ગેટેડ કમ્યુનિટી વાળી સોસાયટીમાં ઘર લેવુ જોઇએ.
સવાલ: 7 વર્ષથી કેનેડામાં છુ હવે મુંબઇ આવી રહ્યાં છે ક્યા વિસ્તારમાં 2BHK ઘર લેવુ જોઇએ?
જવાબ: વિનેશ રાજડાનું કહેવુ છે કે પહેલા બાળકોની સ્કુલ નક્કી કરી લો. સ્કુલની નજીકના વિસ્તારમાં તમે ઘર લઇ શકો. મુંબઇમાં મેટ્રોની કનેક્ટવિટી વધી રહી છે તેનો લાભ લઇ શકશો. ગોરેગાંવ, થાણા, વરસોવા જેવા વિસ્તારમાં ઘર લઇ શકો.