CBRE સાઉથ એશિયાનાં સિનિયર એસોસિયેટ ડિરેક્ટર જીગર મોતાના મતે-
CBRE સાઉથ એશિયાનાં સિનિયર એસોસિયેટ ડિરેક્ટર જીગર મોતાના મતે-
એક દેશના સંકટની અસર અન્ય દેશો પર પડતી હોય છે. RBI ગર્વનરે જણાવ્યું છે કે ભારતીય બેન્કો પર કોઇ માઠી અસર નથી. આઈટી સેક્ટરનો 40 ટકા બિઝનેસ યૂએસ સાથે સંકળાયેલો છે. જેને કારણે ભવિષ્યમાં આઈટી કંપનીના એક્સાપન્સન અટકી શકે છે. આઈટી કંપનીની કમર્શિયલની માંગ ઘટવાની સંભાવના છે.
સવાલ-
એમણે મિવાન કંશ્ટ્રકશન ટેકનોલોજી અંગે માહિતી માંગી છે. શું આ ટેકનોલોજી થી બનેલા મકાનોની લાઇફ વધુ હોય છે અને લો મેન્ટેનન્સ હોય છે? અમદાવાદમાં સીપેજની ઘણી સમસ્યા આવતી હોય છે. તો શુ મિવાન કંશટ્રેકશનથી આ સમસ્યા ઘટે છે? અને અમદાવાદ કોઇ પ્રોજેક્ટ છે જેમાં આ ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય?
જવાબ-
ગ્રાહકો બાંધકામ ટેકનોલોજી અંગે જાગૃત બન્યા છે. અમદાવાદમાં મિવાન ટેકનોલોજીના ઉપયોગ કરનાર પ્રોજેક્ટ નહિવત. મિવાન ટેક્નોલોજી માટે મોટા સ્કેલનુ કંશ્ટ્રકશન જરૂરી છે. સિપેજ નહી આવે એવી બાંહેધરી મળી શકશે નહી. સારા ડેવલપર સીપેજ ન આવે એ માટે કોશિષ કરતા હોય છે. નવા પ્રોજેક્ટમાં આવી સમસ્યા આવે તો ડેવલપર મદદ કરે છે.
સવાલ-
એમને વડોદરામાં રો હાઉસ કે છુટુ ઘર લેવુ છે. લોકેશન એમને કપુરાઇની આસપાસ, બજેટ જણાવ્યુ છે લગભગ 50 લાખ. તો આ બજેટમાં આ વિસ્તારમાં એમને રો હાઉસ મળી શકશે?
જવાબ-
કપુરાઇ માટે તમારે બજેટ વધારવું પડશે. વાંઘોડિયા રોડ, જંબુવા વગેરે વિસ્તારમાં તમને વિકલ્પો મળશે.
સવાલ-
તેમણે ઇન્વેસ્ટમેન્ટ માટે કલનપુરમાં ફ્લેટ લીધો હતો. આ ફ્લેટનો ફુલ અમાઉન્ટ મેં ડેવલપરને ચુકવી દીધો છે. પણ હજી સુધી મે દસ્તાવેજ બનાવ્યો નથી. મારે ભવિષ્યમાં આ પ્રોપર્ટી વેચી દેવી છે. તો શુ મારે આ ફ્લેટનો દસ્તાવેજ હમણા જ બનાવી લેવો જોઇએ કે આ ફ્લેટ વેચુ ત્યારે જ દસ્તાવેજ કરવો જોઇએ?
જવાબ-
રિયલ એસ્ટેટમાં ઘણા લોકો આ રીતે રોકાણ કરે છે. નવા બાયરના નામે સેલ ડીડ કરાવી શકાશે. પ્રોજેક્ટનુ OC આવી ગયુ હશે તો ડેવલપર સેલ ડીડની ઉતાવળ કરશે. જો તમે દસ્તાવેજ કરશો તો તમને સ્ટેમ્પડ્યુટી ભરવી પડશે. જો પ્રોજેક્ટ અંડર કંશ્ટ્રકશનમાં હોય તો દસ્તાવેજ માટે રાહ જુઓ. સેલ ડીડ સારો બાયર મળે ત્યારે તેમના નામ પર જ કરો છો.
સવાલ-
અમે એક ફ્લેટ ખરીદ્યો છે, જેનુ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ બિલ્ડરને બેન્ક તરફ થી પે થવાનુ બાકી છે. બેન્ક oc ન હોવાથી આ લાસ્ટ પેમેન્ટ કરવા તૈયાર નથી. શુ આ કેસમાં બિલ્ડર પેન્લ્ટી ચાર્જ કરી શકે. અમે પઝેશન લઇ લીધુ છે. અને ડેવલપર કમ્લિટેશન સર્ટીફિકેટ બતાવી રહ્યાં છે તો આ કિસ્સામાં શુ કરી શકાય?
જવાબ-
સ્ટ્રકચરલ આર્કિટેકના સર્ટિફિકેટ પર ઘર ઓક્યુપાઇ ન કરી શકાય. મ્યુનિસિપલ ઓક્યુપેશન સર્ટિફિકેટ જરૂરી છે. OCએ પેમેન્ટનો માઇલસ્ટોન ગણાય છે, ત્યાર બાદ જ બેન્ક ડિસ્બર્ઝમેન્ટ કરશે. ડેવલપર તમને કોઇ ચાર્જ લગાડી શકશે નહી. RERAના ડોક્યુમેન્ટમાં પેમેન્ટ માઇલ સ્ટોન ચકાશો. OC લાવવાની જવાબદારી ડેવલપરની જ હોય છે. OC વગરના સ્ટ્રકચરનો ઉપયોગ ન કરવો જોઇએ. OC વગરના મકાનમાં રહેવું જોખમી ગણાશે.
સવાલ-
તેમણે મનોરના ગોદરેજ રેસિડન્શિયલ પ્લોટ અંગે માહિતી માગી છે. આના ફ્યુચર પ્રોસપેક્ટસ કેવો છે? અહી રોકાણ કરી શકાય?
જવાબ-
ગોદરેજ કંટ્રી એસ્ટેટ પ્રોજેક્ટ મનોરમાં આકાર લઇ રહ્યો છે. મેઇન સિટીથી આ પ્રોજેક્ટ દુર છે. ગોદરેજના ભૂતકાળના પ્રોજેક્ટ સારા છે. શોર્ટ ટુ મિડિયમ ટર્મ માટે અહી રોકાણ કરવાનુ ટાળો છો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.