પ્રોપર્ટી ગુરૂ: અફોર્ડેબલ સેગ્મેન્ટ માટે બજેટથી શું અપેક્ષા, રેન્ટલ હાઉસિંગ પર થશે ફોકસ
કેવલ વાલંભિયાનું કહેવુ છે કે પ્રોપર્ટી એક્સપોમાં મહિલાઓ માટે ખાસ સ્કીમ હોય છે. 0.21% મહિલાઓના નામે જ પોતાના ઘર લે છે. MCHI-CREDAI વધુ મહિલાઓ પ્રોપર્ટી ખરીદે એવા પ્રયાસ કરે છે. MCH-CREDAI પહેલી વાર ઘર લેનાર મહિલાને 2 લાખનું પેકેજ આપશે.
સરકારે રેન્ટલ હાઉસિંગ પર ફોકસ કરવું જોઇએ. રેન્ટલ હાઉસિંગ માટે નવી સિસ્ટમ બનાવવી જોઇએ.
Credai-mchi ના સેક્રેટરી અને અજમેરા રિયલ્ટીના ડિરેક્ટર ધવલ અજમેરાનું કહેવુ છે કે રિયલ એસ્ટેટ GDP ગ્રોથમાં 30% થી 50%નો ફાળો આપે છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં હવે પારદર્શકતા વધી ચુકી છે. ગ્રાહકને હોમલોનનું વ્યાજ પર ટેક્સ ડીડક્શન મળવું જોઇએ. હોમલોનના વ્યાજ પર 2 લાખ પર કર રાહત છે આ રાહત વધારવી જોઇએ.
ધવલ અજમેરાએ આગળ કહ્યું કે GSTનું સરળીકરણ ખાસ જરૂરી છે. અફોર્ડેબલ ઘરોને ટેક્સ ફ્રી હોમ બનાવી બુસ્ટ આપી શકાય. CREDAI-MCHIનો 32મો પ્રોપર્ટી એક્સપો શરૂ થયો. મુંબઇમાં CREDAI-MCHI એક્સપો થાય છે. 100થી વધુ ડેવલપર્સની 500થી વધુ પ્રોપર્ટી એક મંચ પર છે.
Credai-mchi ના પ્રેસિડન્ટ અને રોમેલ ગ્રુપના ડિરેક્ટર ડોમનિક રોમેલનું કહેવુ છે કે મુંબઇમાં રિડેવલપમેન્ટને લઇ ઘણા પડકાર્યા છે. રિડેવલપમેન્ટ માટે GST પર રાહત મળવી જોઇએ. 60 ચોમી સુધીના ઘરને અફોર્ડેબલ ગણવા જોઇએ. અફોર્ડેબલની વ્યાખ્યા માટે પ્રાઇસ કેપ ન હોવી જોઇએ.
રેન્ટલ હાઉસિંગ પર થશે ફોકસ?
રેન્ટલ હાઉસિંગ પર ડોમનિક રોમેલનું કહેવુ છે કે સરકારે રેન્ટલ હાઉસિંગ પર ફોકસ કરવું જોઇએ. રેન્ટલ હાઉસિંગ માટે નવી સિસ્ટમ બનાવવી જોઇએ. પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી 11% જેટલી એન્ટ્રી કોસ્ટ લાગે છે. પ્રોપર્ટીમાં રોકાણ પરથી એન્ટ્રી કોસ્ટ ન લાગવી જોઇએ. સ્ટેમ્પડ્યુટી અને GSTમાં રાહત જરૂરી છે. રેન્ટલ હાઉસિંગ માટે ઇન્સેન્ટીવ સ્કીમ અપાય છે. રેન્ટલ હાઉસિંગ PPP મોડલથી શક્ય છે.
અફોર્ડેબલ સેગ્મેન્ટ માટે બજેટથી શું અપેક્ષા?
Credai-mchiના સીઈઓ કેવલ વાલંભિયાનું કહેવુ છે કે 2019થી સરકાર હાઉસિંગ ફોર ઓલ પર ફોકસ કરી રહી છે. બજેટમાં અફોર્ડેબલ હાઉસિંગ માટે કોઇ પોલિસી હોવી જોઇએ. દરેક રાજ્યમાં પ્રોપર્ટીની કિંમતો જુદી જુદી છે. મેટ્રો સિટી માટે અફોર્ડેબલ હાઉસિંગ ઇન્ડેક્સ અલગ હોવો જોઇએ. અફોર્ડબલ હાઉસિંગ પરથી 45 લાખની કેપ દૂર કરાય છે. 600 SqFtના ઘરને અફોર્ડેબલ ઘર ગણવા જોઇએ. અફોર્ડેબલની વ્યાખ્યા 2016-17માં કરાય હતી, એમા બદલાવ જરૂરી છે.
કેવલ વાલંભિયાનું કહેવુ છે કે પ્રોપર્ટી એક્સપોમાં મહિલાઓ માટે ખાસ સ્કીમ હોય છે. 0.21% મહિલાઓના નામે જ પોતાના ઘર લે છે. MCHI-CREDAI વધુ મહિલાઓ પ્રોપર્ટી ખરીદે એવા પ્રયાસ કરે છે. MCH-CREDAI પહેલી વાર ઘર લેનાર મહિલાને 2 લાખનું પેકેજ આપશે.
ટેક્સમાં ક્યા ફેરફારની આશા?
વિણા ડેવલપર્સના એમડી નિકુંજ સંઘવીનું કહેવુ છે કે રિડેવલપમેન્ટ માટે GST એ ડબલ ટેક્સેશન છે. ગ્રાહકોને સ્ટેમ્પડ્યુટીમાં રાહત આપવામાં આવે છે. ટેક્સમાં રાહત મળે તો હાઉસિંગ ફોર ઓલ તરફ આગળ વધીશું. પ્રિ-EMIના વ્યાજ પર પણ ઇનકમ ટેક્સમાં રાહત આપવામાં આવે છે. 100થી વધુ ડેવલપર્સના પ્રોજક્ટ પ્રોપર્ટી એક્સોપોમાં છે. પેમેન્ટ ને લઇ વિવિધ પ્લાનની પણ વ્યવસ્થા કરાઇ છે.