એક અહેવાલ મુજબ જૂન 2024માં દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, બેંગલુરુ અને મુંબઈ જેવા મોટા શહેરોમાં નિર્માણાધીન પ્રીમિયમ રહેણાંક મિલકતોની કિંમતોમાં 53 ટકાનો વધારો થયો છે. આ ગ્રોથમાં ગુરુગ્રામ મોખરે રહ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોટા શહેરોમાં પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સની કિંમતોમાં પણ 44 ટકાનો વધારો થયો છે. સેવિલ્સ ઈન્ડિયાના અહેવાલ મુજબ, આ ગ્રોથ પ્રીમિયમ હાઉસિંગ માર્કેટમાં મજબૂત માંગ દર્શાવે છે. આ ઉપરાંત, ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા સતત 7મી વખત વ્યાજ દરો સ્થિર રાખવાથી રેસિડેન્શિયલ માર્કેટને વેગ મળવાની અપેક્ષા છે. નોઈડા અને ઉત્તર ગોવામાં પણ ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જ્યારે મુંબઈ અને બેંગલુરુમાં નિર્માણાધીન પ્રોજેક્ટ્સની કિંમતોમાં પણ વધારો થયો છે.
નોઈડામાં પ્રીમિયમ પ્રોજેક્ટ્સની કિંમતોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ દર્શાવે છે કે આ વિસ્તારોમાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરવામાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. લોકો વૈભવી અને ક્વોલિટીયુક્ત લાઇફ સ્ટાઇલ તરફ આગળ વધી રહ્યા છે. નવા પ્રોજેક્ટ્સમાં અત્યાધુનિક સુવિધાઓ અને આધુનિક ગોઠવણીને કારણે નોઈડામાં નિર્માણાધીન પ્રોજેક્ટ્સની કિંમતોમાં 30%નો વધારો થયો છે. આવા પોઝિટિવ સંકેતો આપણને પ્રોત્સાહિત કરે છે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્ય તરફ નિર્દેશ કરે છે.
દરેક જગ્યાએ પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સની માંગમાં વધારો દર્શાવે છે કે આ પ્રદેશ રોકાણ માટે આકર્ષક છે. અમારા ગ્રાહકોની પસંદગી મોટા અને લીલાછમ વિસ્તારો ધરાવતા એપાર્ટમેન્ટ તરફ આગળ વધી રહી છે, જે અમને નવા પ્રોજેક્ટ્સમાં નવીનતા લાવવા પ્રેરિત કરે છે. નવા લોન્ચ અને રેડી-ટુ-મૂવ-ઇન પ્રોપર્ટીમાં ખરીદદારોનો ઉત્સાહી પ્રતિસાદ દર્શાવે છે કે પ્રીમિયમ હાઉસિંગ માર્કેટ સ્થિર છે.