લોકોની તહેવારોની મજા પક્ષીઓ માટે સજા સાબિત થઈ. બે દિવસમાં હજારો પક્ષીઓ થયા ઘાયલ.
લોકોની તહેવારોની મજા પક્ષીઓ માટે સજા સાબિત થઈ. બે દિવસમાં હજારો પક્ષીઓ થયા ઘાયલ.
ઉત્તરાયણ પર્વની રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી થઇ હતી, પરંતુ કેટલાક લોકો માટે આ મજા ક્યાંક સજા બની ગઇ હતી. રાજ્યભરમાં ઉત્તરાયણના દિવસે કુલ 4476 ઇમરજન્સી કોલ મળ્યા હતા.બીજીત રફ હજારો પક્ષીઓ ઘાયલ થયા. રાજકોટમાં એક જ દિવસમાં 367થી વધુ પક્ષીઓ પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થયા છે.
એક કુંજ પક્ષી,એક કલકલીઓ પક્ષી, એક હોલો તથા 364 કબૂતર દોરીના કારણે ઈજાગ્રસ્ત થયા. શહેરના ત્રિકોણ બાગચોક પર ચાલી રહેલ કરુણા અભિયાનના રાજ્યના સૌથી મોટા કંટ્રોલ રૂમમાં આ પક્ષીઓની સારવાર કરાઇ. આ કંટ્રોલ રૂમમાં જૂનાગઢ અને આણંદના 18 તબિબ સહિત 40 તબિબોનો સ્ટાફ પક્ષીઓની સારવાર અર્થે ખડેપગે છે. તે ઉપરાંત અહીં 150થી વઘુ પેરામેડીકલ સ્ટાફ પક્ષીઓને બચાવવાની કામગીરીમાં જોડાયો છે.
આ બાજુ સુરતમાં ઉતરાયણને લઈને 100થી વધુ પક્ષીઓ ઘાયલ થયાં છે. ત્યારે પક્ષીઓને અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સારવાર આપવામાં આવી. સુરતમાં પક્ષીઓનું રેસ્ક્યૂ કરીને તેમને પૂરતી સારવાર આપવામાં આવી. આ તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપતા સ્થળની મુલાકાત લીધી હતી. બચાવ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.